Last Modified: જયપુર , શનિવાર, 1 માર્ચ 2008 (12:06 IST)
ઘરેલુ ગેસનો દુરઉપયોગ કરનાર દંડાશે
જયપુર(ભાષા) રાજસ્થાનમાં હજારો વાહનોમાં ઘરેલુ ગેસના થતાં ગેરકાયદે ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સરકારે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. આ અંગે મંત્રી યુનુસ ખાને જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ગેસના 16 સ્ટેશન મૌજુદ છે અને જ્યાં ગેસ સ્ટેશન નથી તેવા વિસ્તારોમાં આ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારના પ્રયત્નો જારી છે.
ઉપરાંત કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવા માટે મુખ્યમંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તેમ છતાંય મોટર વ્હિકલ એક્ટમાં સુધારો ન થવાથી ઘરેલુ ગેસનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જોકે, ગેરકાયદેસર રીતે વાહનોમાં ઘેરલુ ગેસનો ઉપયોગ કરનારા ચાલકો સામે કડક કાર્યવાહિ કરવાની ખાતરી મંત્રી યુનુસ ખાને આપી હતી.