સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 2 માર્ચ 2024 (11:26 IST)

ગૌતમ ગંભીરે પોલિટિક્સ છોડવાનુ કર્યુ એલાન, જેપી નડ્ડા સાથે થઈ વાત

ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શનિવારે એક પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેમણે રાજનીતિ છોડવાની માહિતી આપી છે. ગૌતમ ગંભીરે તાજેતરમાં એક્સ પર પોલિટિક્સ છોડવાની વાત કરી છે. ગૌતમ ગંભીરે કહ્યુ છે કે પોલિટિક્સ છોડીને ક્રિકેટ પર ધ્યાન આપીશ. ગૌતમ ગંભીરે પાર્ટી અધ્યક્ષને જાતે જ વાત કરી છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. 

 
એક્સ પર આપી માહિતી 
એક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે મે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે મને મારા રાજનીતિક કર્તવ્યોથી મુક્ત કરો. જેથી હુ આગામી ક્રિકેટ હરીફાઈઓ પર ધ્યાન આપી શકુ. આગળ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે મને લોકોની સેવા કરવાની તક આપવા માટે હુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહજીનો હ્રદયપૂર્વક આભાર માનુ છુ. જય હિન્દ.  
 
જેપી નડ્ડા સાથે પોતે જ કરી વાત 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે ગૌતમ ગંભીરની ટિકિટ કટ થઈ શકે છે. પણ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે જાતે જ રાજનીતિ છોડવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમની વાત થઈ અને તેમણે પોતે કહ્યુ છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. 
 
પૂર્વી દિલ્હી સીટ પર થી છે સાંસદ 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ના લોકસભા ચૂંટણીમાં ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ભાજપાએ તેમને પૂર્વી દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણીમા પોતાના ઉમેદવાર બનાવ્યા. બીજી બાજુ ચૂંટણી પછી ગૌતમ ગંભીરે આ સીટ પર જીત નોંધાવી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને 3 લાખ 91 હજારથી વધુ વોટોથી હરાવ્યા હતા. એ પણ ઉલ્લેખનીય છે કે પૂર્વી દિલ્હી લોકસભા સીટ હેઠળ ગાંધીનગર, કૃષ્ણા નગર, વિશ્વાસ નગર, શાહદરા, પટપડગંજ, લક્ષ્મીનગર, કોંડલી, ત્રિલોકપુરી, ઓખલા અને જંગપુરા જેવા વિધાનસભા ક્ષેત્ર પણ આવે છે.