રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : મંગળવાર, 16 એપ્રિલ 2024 (17:20 IST)

લોકસભા ચૂંટણી માટે BJP એ રજુ કરી 12મી લિસ્ટ, બઠિડાથી જાણો કોણે મળી ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનુ 12મુ લિસ્ટ રજુ કર્યુ છે. આ યાદીમાં પંજાબના ખડૂર સાહિબથી શ્રી મંજિત સિંહ મન્ના, હોશિયારપુરથી અનીતા સોમપ્રકાશ અને બઠિંડાથી પરમપાલ કૌર સિદ્દૂ (IAS) મેદાનમાં ઉતાર્યા છે. 
 
ભાજપે 12મી યાદી બહાર પાડી, જેમાં પંજાબ-યુપી સહિત 4 રાજ્યોના 7 ઉમેદવારો; મમતાના ભત્રીજાની સામે અભિજિત દાસ ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
 
પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બર સીટ પર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સામે અભિજીત દાસ બોબી ને ઉમેદવાર બનાવાયા છે. 
 
આ ઉપરાંત બીજેપીએ ઓડિશા વિધાનસભા માટે 21, તેલંગાનામા 1 અને ઉત્તરપ્રદેશ  માટે 4 ઉમેદવારો ઉપરાંત BJPએ ઓડિશા વિધાનસભા માટે 21, તેલંગાનામાં 1 અને ઉત્તરપ્રદેશ વિધાનસભા માટે 4 ઉમેદવારોના નામનુ એલાન પણ કર્યુ છે.