સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 11 એપ્રિલ 2024 (13:49 IST)

કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપના થશે

Rohan Gupta will be from BJP
Rohan Gupta will be from BJP
 કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી. પરંતુ ટિકિટ મળ્યાના બે જ દિવસમાં તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. તેમણે પિતાની તબિયતનું કારણ બતાવીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે. રાજીનામું આપ્યા બાદ તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. 
 
અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે
રોહન ગુપ્તા કોંગ્રેસમાં નેશનલ સોશિયલ મીડિયાના કો. ઓર્ડિનર હતાં.પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે સમયે કહ્યું હતું કે, મારા અને મારા પરિવાર માટે કપરો કાળ છે. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ લગાવ્યાં છે. તેમણે છબી ખરડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને જીવનનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.રોહને 19 માર્ચ મંગળવારે કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.
 
કોણ છે રોહન ગુપ્તા?
ઉલ્લેખનીય છે કે, 20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.ગુજરાતના પીઢ કોંગ્રેસ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાએ પૂણેની ખાનગી કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 2012માં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યારબાદ વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા.રાજકુમાર ગુપ્તાએ વર્ષો સુધી ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વની જવાબદારી નિભાવી છે.