શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2024 (15:33 IST)

રાજકોટમાં રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા ક્ષત્રિયોનું 19મી સુધીનું અલ્ટીમેટમ

rupala controvarsy
rupala controvarsy


રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.  રૂપાલાની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ ક્ષત્રિયોએ ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને હવે રણસંગ્રામ પાર્ટ-2 શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેમજ ક્ષત્રિયોએ લડી લેવા માટે તૈયારીઓ બતાવી હતી.રાજપૂત સમાજની કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, સમાજથી કોઈ મોટું નથી. તમને પૂછે કે રતનપરની સભામાં શું નક્કી થયું એમ પૂછશે તો શું કહેશો? ફોટો પડાવવા ગયા હતા? એવું કહેવાય છે કે, યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય. સંકલન સમિતિ અને કોર કમિટી તો નિમિત છે. પાર્ટ-1 ભાજપના સત્તાધીશોને કહેવા માગું છું કે, પૂરો થાય છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હું ભાજપના હાઇકમાન્ડને કહેવા માગું છું. હવે પાર્ટ-1 પૂરો થયો અને તમારા ખોળામાં દડો ફેંક્યો એટલે હવે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપીએ છીએ, કારણ કે જો 16 એપ્રિલે ફોર્મ ભરેલું હોય તો 19 એપ્રિલે પાછું ખેંચી શકાય.

કરણસિંહ ચાવડાએ આગળ કહ્યું કે, ભાજપનું તો સૂત્ર છે વ્યક્તિ સે દલ બડા ઔર દલ સે બડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી, સમાજથી મોટા નથી. હવે ભાગ-2 ચાલુ થશે. શાંતિ રાખી, સંયમ રાખ્યો, અમે સમુદ્ર માટે પણ તપ કર્યું હતું. આપણા મહાન રાજા રઘુ રાજ કરતા હતા ત્યારે રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો અને રઘુ રાજા તપમાં હતા. રાવણ પુષ્પક વિમાન લઈને ઉતર્યો. રાજ નેતા હવે હેલિકોપ્ટર લઈને આવશે મત લેવા માટે. રઘુ રાજાને ખબર પડી કે રાવણ અયોધ્યામાં સાલિયાણું માગવા આવ્યો છે, એટલે ત્યાં બેઠા બેઠા કીધું કે વાંધો નહીં તો પાછા જતા રહ્યો અને પાછા આવ્યા તો નામવેધી બાણ છોડ્યું અને રાવણ એમ બોલ્યા એટલે લંકા પહોંચ્યું અને મહેલની ફરતે ફરવા લાગ્યું. સતી એવી મંદોદરીએ કહ્યું ક્ષત્રિયનું છોડેલું બાણ છે એના નીતિ નિયમો હોય એ ગૌશાળામાં ન જાય, રાણીવાસમાં ન જાય, સ્ત્રી હોય ત્યાં ન જાય તો રાવણ મારા મહેલમાં આવી જાવ. તો રાવણ પણ સંતાઈ ગયો હતો. પાર્ટ-2માં શું કરવું તે અંગે સંકલન સમિતિ નક્કી કરશે.