ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2024
Written By
Last Modified: મંગળવાર, 4 જૂન 2024 (12:11 IST)

NOTA record: NOTA એ બનાવ્યો રેકોર્ડ, ઈંદોરમાં મળ્યા 59થી વધુ વોટ

Indore Lok Sabha Result: NOTA: ઈન્દોરમાં નોટાએ આખા દેશમાં રેકોર્ડ તોડી નકહ્યો છે. અહી સવારે 11 વાગ્યા સુધી ઈન્દોરમાં નોટાએ આખા દેશનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહી સવારે 11 વાગ્યા સુધી 80 હજારથી  વધુ વોટ મળી ચુક્યા છે.  અત્યાર સુધી આ રેકોર્ડ બિહારની ગોપાલગંજ સીટના  નામ પર હતી. ત્યા 2019માં દેશમાં સૌથી  વધુ 51600 વોટ મળ્યા હતા. બીજા નંબર પર બિહારની જ પશ્ચિમી ચંપારણ હતી.  
 
ઉલ્લેખનીય છે કે મઘ્યપ્રદેશના ઈન્દોરથી આવી રહેલા પરિણામો ચોંકાવનારા છે. કોગ્રેસ ઉમેદવાર અક્ષય ક્રાંતિ બમ દ્વારા ઉમેદવારી પત્ર પરત લીધા પછી કોગ્રેસે અહી નોટાનો પ્રયોગ કરવાની અપીલ કરી હતી. જે માટે કોંગ્રેસે એક 
 આંદોલન છેડ્યુ હતુ. આજે સામે આવી રહેલા પરિણામો મુજબ ઈન્દોરમાં નોટા એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. સવારે 10 વાગ્યા સુધી ગણતરી મુજબ નોટાને 59463 વોટ મળ્યા છે. આ સાથે જ નોટાએ બિહારના ગોપાલગંજનો રેકોર્ડ તોડ્યો છે. 
 
કોંગ્રેસનો 2 લાખ વોટનો દાવો હતો - ઈન્દોરમાં નોટા આંદોલન છેડ્યા પછી કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઈન્દોરમાં નોટા ઓછામાં ઓછા 2 લાખ વોત મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ કાયમ કરશે.  ઉલ્લેખનીય છે કે  ઈન્દોરમાં 13 મેના રોજ થયેલા મતદાનમાં કુલ 25.27 લાખ મતદારોમાંથી 61.75 ટકાએ મતદાન કર્યું હતું. જો કે આ બેઠક પર કુલ 14 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, પરંતુ રાજકારણના સ્થાનિક સમીકરણોને કારણે, મુખ્ય મુકાબલો ઈન્દોરના વર્તમાન સાંસદ અને વર્તમાન ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી અને કોંગ્રેસે NOTAને ટેકો આપ્યો હતો.
 
આ રેકોર્ડ NOTAના નામે છેઃ અત્યાર સુધી NOTAને 51,660 વોટ મળવાનો રેકોર્ડ હતો. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ સીટ પર 'NOTA'ને સૌથી વધુ વોટ મળ્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારના 51,660 મતદારોએ 'NOTA'ને પસંદ કર્યું હતું અને 'NOTA'ને કુલ મતના લગભગ પાંચ ટકા મત મળ્યા હતા.
 
15 લાખથી વધુ વોટ પડ્યાઃ 2024માં લોકસભા ચૂંટણીમાં 15 લાખથી વધુ વોટ પડ્યા હતા, જ્યારે કુલ મતદારો 25 લાખથી વધુ છે. આ વખતે ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીની સામે કોંગ્રેસના ઉમેદવાર પણ નથી. ગત વખતે તેમને 10 લાખ 68 હજારથી વધુ વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પંકજ સંઘવીને 5 લાખ વોટ મળ્યા હતા.  જો શંકર આ વખતે 11-12 લાખ વોટ મેળવવામાં સફળ રહે છે અને તેમના નજીકના હરીફને લગભગ 2 લાખ વોટ મળે છે તો તેમની જીત 10 લાખથી વધુ થઈ શકે છે. સટ્ટા બજાર પણ શંકર 11 લાખથી વધુ મતોથી જીતવાની આગાહી કરી રહ્યું છે. 
 
એટલા માટે ઈન્દોર સીટ ચર્ચામાં છેઃ ઈન્દોર લોકસભા સીટ કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધા બાદ ચર્ચામાં છે. ઈન્દોર સીટ પર સૌથી વધુ 8 વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ શ્રીમતી સુમિત્રા મહાજનના નામે છે. મહાજન લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીએ 5 લાખ 47 હજાર 754 મતોથી ચૂંટણી જીતી હતી, જે ઈન્દોરમાં સૌથી મોટી જીત છે.