ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 15 જાન્યુઆરી 2024 (09:10 IST)

સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે.
 
ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.
 
લગભગ 200 વર્ષના બ્રિટિશશાસન પછી 15 જાન્યુઆરી, 1949ના દિવસે પ્રથમ વખત કોઈ ભારતીયને ભારતીય સેનાની લગામ સોંપવામાં આવી.
 
આ દિવસે ભારતીય સૈનિકોની સિદ્ધિઓ, દેશની સેવા, અપાર યોગદાન અને બલિદાનનું સન્માન કરવામાં આવે છે.
 
આ વખતે કર્ણાટકની રાજધાની બૅંગલુરુમાં 15 જાન્યુઆરીએ સેના દિવસનું આયોજન કરવામાં આવશે.
 
આમ રાજધાની દિલ્હીની બહાર પહેલી વાર સેના દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
 
દર વર્ષે દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સેના દિવસનું આયોજન કરવામાં આવે છે.
 
દિલ્હીની બહાર રાષ્ટ્રીય મહત્ત્વના કાર્યક્રમો આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કરીને તેઓ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને તેમાં ભાગીદારી વધી શકે.
 
સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, "દક્ષિણ ભારતના લોકોની વીરતા, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાઓને સન્માનિત કરવા માટે બૅંગલુરુમાં આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ તે ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, કારણ કે તેઓ કર્ણાટકના છે."