ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : ગુરુવાર, 27 એપ્રિલ 2023 (13:57 IST)

મોદી, દ્વારકાધીશ અને ગરબા સિવાય આ પકવાન પણ છે ગુજરાતની શાન

ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત ઘણા દાર્શનિક સ્થળના કારણે મશહૂર છે. ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન 
bajra roti
બાજરાના રોટલા- બાજરાના રોટલાનો અસલી સ્વાદ ગુજરાતમાં જ છે. આ ગુજરાતનો પરંપરાગત વાનગી છે જે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે અને અને તે ખાવાથી શરીરને ખૂબ જ એનર્જા મળે છે. ગુજરાતમાં તેને રોટલો પણ કહેવામાં આવે છે.
puran poli
- પુરન પોલી - પૂરન પોલી એક પ્રકારની મીઠી પરાંઠા છે. તે મહારાષ્ટ્રના પરંપરાગત વાનગીઓમાંનો એક છે. પૂરન પોલીને ચણાની દાળ અને ગોળથી બનાવવામાં આવે છે.
gujarati kadhi
ગુજરાતી ગુજરાતી- ગુજરાતી કઢી- ગુજરાતી કઢી સામાન્ય કઢીથી જુદી હોય છે. ગુજરાતમાં ખાટા-મીઠી ટેસ્ટની સાથે બનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં બનતી કઢી તુલનામાં, તે પાતળી હોય અને તેમાં પકોડાનો ઉપયોગ કરાતું નથી.
gujarati khaman
- ઢોકલા- ઢોકલા તો ગુજરાતની ફેમસ નાસ્તો છે. તે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દરેક રાજ્યમાં પસંદ કરાવે છે. તેને સંપૂર્ણપણે વરાળમાં રાંધીએ છે તેના કારણે, તેમાં ખૂબ ઓછું તેલ વપરાય છે. તે સ્થાનિક ભાષાઓમાં તેને ખમણના નામથી જાણીતું છે. 
handvo
હાંડવો- હાંડવો ચોખા, ચણા દાળ, તુવેર દાળ અને અડદ દાળની પેસ્ટમાંથી બનાવવામાં આવે છે, અને તેની સજાવટ સફેદ તલથી કરાય છે. ભોજનમાં આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. 
khandvi
ખાંડવી- ગુજરાતી ભોજનના શોખીનમાં ખાંડવી ખાસ રીતે લોકપ્રિય છે. તેનો ખાટો-મીઠુ સ્વાદ ખૂબ મજેદાર હોય છે. ખાસ વાત આ છે કે તેમાં કેલોરીજ પણ વધારે નહી હોય અને ગુજરાતી તેને નાશ્તામાં જરૂર ખાય છે. 
fafda jalebi
ફાફડા-જલેબી- ગુજરાત જાવ અને ફાફડા જલેબીનો સ્વાદ ન લીધું તો સમજવું કે ખાસ પકવાનના મજા નથી લઈ શકયા. આ ગુજરાતનો સૌથી બેસ્ટ સ્નેક્સ ગણાય છે. તેને બેસનથી બનાવીએ છે અને કઢી અને તળેલા મરચાંની સાથે ખાય છે. 
 
ખાખરા- ગુજરાતમાં બ્રેકફાસ્ટમાં ચા ની સાથે ખાખરા ખૂબ પસંદ કરાય છે. આ ગુજરાતના ખૂબજ લોકપ્રિય સ્નેક્સ છે અને તેને જુદા જુદા ફ્લેવર્સમાં બને છે. જોવામાં આ પાતળા પાપડ જેવું હોય છે. 
ગુજરાતી પાત્રા- ગુજરાતી પાત્રા વાનગી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કૉમન ડિશ છે. ગુજરાતમાં, તે પાત્રાના નામથી ઓળખાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં તે બટાટા વડી તરીકે ઓળખાય છે. તેમાં એક સાથે તમને નમકીન, મસાલેદાર અને મીઠાનો સ્વાદ મળશે.
rajasthani garlic chutney
લસણની ચટણી- આવું નથી કે ગુજરાતના લોકો માત્ર મીઠા ભોજન જ કરે છે. પછી ભલેને તેઓ દાળ અને શાકભાજીના થોડી ખાંડ ગોળ ઉપયોગ કરે છે પરંતુ રોટલી કે પરાંઠાની સાથે લસણની ચટની તેમની પ્લેટમાં જરૂર હોય છે. તે ખૂબ તીખી અને ભોજનનો સ્વાદને વધારે છે.