ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (12:27 IST)

Rules Change August 2023- આજથી આ 7 નિયમોમાં મોટો ફેરફાર

આજથી આ 7 નિયમોમાં મોટો ફેરફાર - દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા નિયમો બદલાય છે. આગામી મહિનાઓમાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થશે. તમારા માટે આ નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી હતું. આવો, જાણીએ 1 ઓગસ્ટથી દેશમાં કયા નિયમો બદલાશે.
 
આ મહિને ઘણા તહેવારો આવી રહ્યા છે, આ કારણે આવતા મહિને 14 દિવસ બેંકો બંધ રહેશે. તમારે બેંકમાં જતા પહેલા એક વખત બેંકની રજાઓની યાદી તપાસવી જોઈએ.
 
1 ઓગસ્ટથી તમારે ITR ભરવા માટે દંડ ભરવો પડી શકે છે. 
નાણાકીય વર્ષ 2022-23 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જો કોઈ કરદાતા 31 જુલાઈ, 2023 પછી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને મોડેથી ITR ફાઈલ કરવા બદલ 1,000 રૂપિયા અથવા 5,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.
 
ઓઈલ કંપનીઓએ ફક્ત કમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. 
 
મહારાષ્ટ્ર રિયલ સ્ટેટ રેગ્યુલેટરે ડેવલોપર્સની એક ઓગસ્ટથી બધી જાહેરાત અને પ્રમોશન પર QR કોડ લગાવવા કહ્યું છે
 
Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝરને ઈન્સેટિવ પોઈન્ટને ઓછા કરવા જઈ રહી છે. હવે તેમાં 1.5 ટકા જ કેશબેક મળશે