ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:21 IST)

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, મહત્તમ સપાટીથી 70 સેમી દૂર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 70 સેમી દૂર છે. હાલમાં ડેમની સપાટી 137.96 મીટર છે. ડેમ પાણીથી છલોછલ ભરાયો છે ત્યારે આજે ગમે ત્યારે ડેમ ઓવરફલો થાય તેવી વકી છે. 17મી સપ્ટેમ્બરે રાજય સરકાર દ્વારા જન ઉમંગ ઉત્સવ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવકના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારના 70 ગામોને ઍલર્ટ કરાયા છે.વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં સરદાર સરોવરનું લોકાર્પણ કર્યુ હતું. આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિનના અવસરે વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે. હાલ ડેમના 23 દરવાજા 4 મીટર દૂર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 17 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. સરદાર સરોવર પર દરવાજા મૂકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે