શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (08:33 IST)

ભારે વરસાદને પગલે આજે પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી ઉતારો ઉત્તર વધી રહી છે. આ ચોમાસે પહેલીવાર સરદાર સરોવરની સપાટી 130 મીટર પાર થઇ ગઇ છે. ડેમની સપાટીમાં દર કલાકે 5થી6 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમના પાણીથી રાજ્યના 400 તળાવ ભરવાની પણ શક્યતાઓ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મધ્યરાત્રીના એક વાગે 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવનાર છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવનાર છે. 
 
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NCA દ્વારા નર્મદા ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી અપાઈ છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળાશય પ્રથમ વખત ભરવાનું હોવાથી એની નિર્ધારિત સપાટી 131.00 મીટરની છે જે હાલ 130 મીટર સુધી પહોંચી છે. મર્યાદિત દરથી જળાશય ભરવાનું હોવાથી નર્મદા ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત ઉભી થઇ શકે છે.તેથી મોડી રાત્રે 1 નર્મદા ડેમના હેઠવાસમાં પાણી છોડવામાં આવનાર છે. તો નદીના પટમાં કે કાંઠાના વિસ્તારમાં કોઈએ અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રને પોતાના વિસ્તારના કાંઠા વિસ્તારના ગામોને આ અંગે ચેતવણી આપવા સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગર ખાતેથી જણાવવામાં આવ્યું છે.