રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (14:57 IST)

નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીની પ્રેસ કાંફરેંસની 5 મોટી વાત

adani rahul
Rahul Gandhi's press conference- અમેરિકન બિઝનેસમેન ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચાર પર રાહુલ ગાંધીએ ગુરૂવારે પ્રેસ કાંફરેંસમાં ભાજપા અને  નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે અદાણીજી 2 હજાર કરોડ રૂપિયામા કૌભાંડ કરીને બહાર ફરી રહ્યા છે કારણકે પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ક્રાઈમ કર્યુ છે પણ ભારતમાં તેના પર કઈક પણ નથી થઈ રહ્યુ છે. અદાણીની પ્રોટેક્ટર SEBI ની ચેયરપર્સન માધવી બુચ પર કેસ હોવો જોઈએ. 
 
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઑફિસ કહે છે કે ભારતમાં અદાણી
સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી છે અથવા આપવાની યોજના બનાવી રહ્યા છે.
 
1. જેપીસી બનાવવાની માંગ- રાહુલએ કહ્યુ - વિપક્ષના નેતાના રૂપમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે અદાણી ભાજપને સંપૂર્ણ ટેકો આપે છે. અમારી માંગ જેપીસી બનાવવાની છે.
 
2. અદાણી દેશને હાઈજેક કર્યુ- અદાણીને કંઈ થતું નથી. વડાપ્રધાન કંઈ કરી શકતા નથી કારણ કે પીએમ મોદી તેમના દબાણમાં છે. જો મોદી આવું કરશે તો તેઓ (મોદી) પણ જશે. અદાણીએ 
દેશને હાઇજેક કરી લીધુ છે 
 
3. અદાણી BJP ને  ફંડિંગ કરે છે: અમેરિકાની એફબીઆઈએ તપાસ કરી છે. હુ પહેલાથી કહી રહ્યુ છુ કે અદાણી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.  મે બે ત્રણ વાર પહેલા કોન્ફરન્સમાં કહ્યુ હતું કે તપાસ થવી જોઈએ છે જ્યાં સુધી અદાણીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મામલો ઉકેલાશે નહીં. અદાણીજી ભાજપને ફંડ આપે છે.
 
4. SEBI ચેયરપર્સન માધવી બુચએ ભ્રષ્ટાચાર કર્યુ- તમે કહ્યુ કે અમે ઘણા દિવસોથી અદાણીના મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કઈક નથી થઈ રહ્યુ. હવે મોદીજીની વિશ્વસનીયતા જતી રહી છે. અમે  ધીરે ધીરે  આખું નેટવર્ક દેશને બતાવીશું. માધબી બૂચ પોતાનું કામ નહોતા કર્યા. ભારતમાં દરેક છૂટક રોકાણકાર જાણે છે કે સેબીના વડા માધાબી બુચે ભ્રષ્ટાચાર કર્યો હતો.
 
5. ધીમેધીમે બધાની સામે આવશે- અદાણીનો અમેરિકામાં અત્યારે જે મામલો સામે આવ્યો છે તે માત્ર ઉદાહરણ છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, કેન્યાના મામલા છે. મોદીજી જ્યાં પણ જાય છે અદાણીજીને બિજનેસ અપાવે છે. ધીમે ધીમે આ બધુ સામે આવશે.