સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (23:53 IST)

Maha Shivratri 2022: મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલ

દેવોના દેવ મહારાજને પ્રસન્ન કરવા અને તેમની પૂજા-આરાધના માટે શિવરાત્રિના દિવસે સૌથી શુભ માનવામા આવે છે. આ કારણે શિવ ભક્ત આ દિવસે આખુ વર્ષ રાહ જુએ છે. આ દિવસને મહાશિવરાત્રિ ( Maha Shivratri 2022 )ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દરેક વર્ષ ફાગણ મહિનનઈ કૃષ્ણ પક્ષની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આ પર્વને ધૂમધામથી આખા દેશમાં ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતી ( Shiv-parvati vivah )ના વિવાહ સંપન્ન થયો હતો. આ ખુશીમાં શિવ અને મા પાર્વતીના ભક્ત આ દિવસને એક તહેવારના રૂપમાં સેલિબ્રેટ કરે છે.  આ દરમિયાન શિવ ભક્ત તેમને અનેક પ્રકારની વસ્તુઓનો ભોગ લગાવે છે અને ભક્તિમાં શિવ પાર્વતી માટે વ્રત પણ રાખે છે. 
 
આમ તો આ દિવસે પૂજા માટેના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે કંઈપણ ખોટું કરવું અશુભ છે અને તેમ છતાં પણ કેટલાક લોકો ભૂલો કરે છે. અમે તમને બતાવી રહ્યા છીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ.
 
દાન ન કરવુ 
 
ઘણી વખત લોકો પૂજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પરંતુ આ પવિત્ર દિવસે ઘરે આવતા સાધુઓને ખાલી હાથ પાછા ફરે છે. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે દાન કરવું ખૂબ જ શુભ હોય છે. જો તમે ઈચ્છો તો મંદિરમાં જઈને દાન પણ કરી શકો છો. આ દિવસે દાન કરવું તમારા અને તમારા પરિવાર માટે ઘણું સારું સાબિત થઈ શકે છે
 
નવા કપડાં ફરજિયાત નથી
કહેવાય છે કે આ દિવસે પૂજા માટે નવા કપડા પહેરવા ફરજીયાત નથી, પરંતુ તમે જે કપડાં પહેરવા જઈ રહ્યા છો તે ભૂલથી પણ ગંદા ન હોવા જોઈએ. કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે તમે ધોયેલા કપડા પહેરી શકો છો. કોશિશ કરો કે કપડું લાલ રંગનું હોવું જોઈએ, કારણ કે આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની ખુશીમાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્ન માટે લાલ રંગને શુભ માનવામાં આવે છે.
 
મેકઅપ ન કરો 
 
ઘણી સ્ત્રીઓ આ દિવસે મેકઅપ પહેરીને પૂજા કરવા જાય છે. ભલે મેકઅપ કરવું સારું માનવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે આ દિવસે પૂજા કરતી મહિલાઓએ મેકઅપ કરવાથી બચવું જોઈએ. પૂજામાં તમે જેટલી સરળ રીતે ધ્યાન કરશો તેટલું જ તે શુભ માનવામાં આવે છે..
 
ચઢાવેલી સામગ્રી 
 
બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને ચઢાવવામાં આવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. કહેવાય છે કે આ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે ચઢાવવામાં આવેલી સામગ્રીનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો દર વખતે આ ભૂલનું પુનરાવર્તન કરે છે.