પપ્પા - તુ જાંબુના ઠળિયા વાવી રહ્યો છે જેથી તને જાંબુ ખાવા મળે, પણ તુ તેની પાસે ગુલાબનું છોડ કેમ વાવી રહ્યો છે
લાલુ - જેથી મારે મમ્મીને વારેઘડીએ ગુલાબજાંબુ બનાવવાનું કહેવું ન પડે.
પહેલવાન - (બાળકોને)મારામાં આજે પણ તેટલી જ તાકત છે જેટલી ત્રીસ વર્ષ પહેલાં હતી.
બાળકો - તે કેવી રીતે ?
પહેલવાન- પેલો સામે જે પત્થર પડેલો છે ને તે હું પહેલા પણ નહોતો ઉઠાવી શકતો અને આજે પણ નથી ઉઠાવી શકતો.
એક બહું પાતળો માણસ એક ભરચક ટ્રેનમાં બેસી ગયો જેમાં બહું બધા જાડા લોકો બેસેલાં હતા. આ જોઈને તે મજાકમાં બોલ્યો - શુ આ ટ્રેન ફક્ત હાથીઓ માટે જ રિઝર્વ છે.
એક જાડા માણસે ફટાકથી જવાબ આપ્યો - ના, આમાં મચ્છરો પણ આવી શકે છે.
આર્થિક સંકટના સમયે જયારે એક વેપારીએ પોતાના મિત્ર પાસેથી રૂપિયા માંગ્યા તો મિત્રએ મોડું કર્યા વગર આપી દીધા. આટલુ જલ્દી કામ થઈ ગયું તો તે વેપારીએ મિત્રને કહ્યું -' તમે મને સંકટ સમયે મદદ કરી છે, હું તમારો આજીવન ઋણ્રી રહીશ.
રેલગાડીમાં યાત્રીઓની ટિકિટ ચેક કરતી વખતે ચેકરે જોયું કે એક યાત્રીની પાસે પ્લેટફોર્મ ટિકીટ છે. આથી તેણે યાત્રીને કહ્યું કે -' અરે આ તો પ્લેટફોર્મ ટિકીટ છે.
યાત્રી - જી, હા મને તો આગળના પ્લેટફોર્મ પર જ ઉતરવાંનું છે.,
મા- (દિકરાને) બેટા તારા શર્ટના બટન ક્યાં ગયા ?
દિકરો -(માસુમિયતથી) આજે મારી સોનૂ સાથે લડાઈ થઈ ગઈ. તે મારા બટન તોડે તે પહેલાં જ મેં કાઢીને ખિસ્સામાં મૂકી દીધા. ગણી લો પૂરા છ છે.
રામ જયારે શ્યામને ઘરે પહુંચ્યો ત્યારે તેનો કૂતરો રામનો હાથ ચાટવાં માંડ્યો. રામ ગભરાઈને બૂમો પાડવા માંડ્યો. તો શ્યામ તેને પૂછ્યું - કૂતરો તને કરડ્યો તો નહી ?
રામે જવાબ આપ્યો - નહી, હજું તો માત્ર ચાખી રહ્યો છે.
એક મિત્ર બીજા મિત્રને -શુ કરું યાર, મારી આંખો બહું દુ:ખે છે.
બીજો મિત્ર - પરમ દિવસે જ્યારે મારા દાંત બહુ દુ:ખતા હતા ત્યારે મેં એને તરત જ કઢાવી નાખ્યાં હતા.
શિક્ષક- આ તે કેવો નિબંધ લખ્યો છે ? તુ તેને ધ્યાનથી વાંચતો પણ નથી. તમારા પપ્પાને આ વિશે કહેવું પડશે.
છાત્ર - સર, કોઈ ફાયદો નહી, આ નિબંધ તેમને જ લખ્યો છે.
શેખર દવાઓ ખાઈ-ખાઈને પરેશાન થઈ ગયો હતો. પણ તેના શરીરનો દુ:ખાવો ઓછો નહોતો થયો. હાડકાંના વિશેષજ્ઞ પાસે તપાસ કરાવી તો તેમણે સલાહ આપી ' તમે લોકલ ટ્રેનમાં સવાર સાંજ પ્રવાસ કરો તો તમારો દુ:ખાવો તેની જાતે જ જતો રહેશે.
નર્સ દોડતી વોર્ડમાંથી બહાર આવી અને એક મહાશયને બોલી - 'વધાઈ, તમને બાબો આવ્યો છે.'
બહાર ઉભેલાં બધા લોકોમાંથી એક માણસે ચીસ પાડી - ' ભાઈ, આ અંધેર રાજ ની પણ કોઈ હદ છે...હું આ માણસ કરતાં પહેલા આવ્યો હતો....!!