0
ગુરૂત્વાકર્ષણ
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
બકરી દૂધ નથી આપતી
મેં મેં મેં મેં કરતી રહેતી
બકરીવાળો ગુસ્સાથી મારતો
બકરી ખૂબ જ ગભરાતી
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સદા ઝૂમતો આવતો હાથી
સદા ડોલતો જતો હાથી
પર્વત જેવી કાયા એની
ભારે ભોજન ખાતો હાથી
સૂંઢમાં ભોજન, સૂંઢમાં પાણી
ભરીને ભરીને નહાતો હાથી
2
3
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
ફેશનની પાછળ ન દોડો
આપણી પરંપરા ન તોડો
આંધળી નકલ ન કરો કોઈની
અલગ ઓળખ કરો પોતાની
પોતાની સુવિદ્યાનુ રાખો ધ્યાન
દેખાવો કરવામાં ન સમજો શાન
3
4
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
રડી રડીને જીવન ન જીવતા
દરેક વાત કરો તમે હસતાં હસતાં
કોઈની પર મુસીબત આવે તો
આદત પાડો તેમને મદદ કરવાની
4
5
મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
કાગડો બેઠો ઝાડ પર
કરવા એક એલાન
આજે આવી શકે છે
ઘરમાં કોઈ મહેમાન
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
મુનમુનની જીંદગી તો ભાઈ મજાની
નથી ચિંતા તેને કદી શાળાની
ચકલી જેવી ઘરમાં ઉડતી
સૌની આગળ-પાછળ દોડતી
6
7
બાળકોના બૂટ
કદી સારા મિત્રો બનીને નથી રહેતા
કદી આ મોઢે તો
તો કદી પેલા મોઢે
પડ્યા રહે છે.
7
8
નાનકીએ ભાઈ પાસેથી
આ વખતે લીધુ વચન
એક દિવસનો નહી હોય
હવે રક્ષાબંધનનો તહેવાર
હું તો રોજ તને બાંધીશ
રાખડી સુંદર અને સારી
8
9
ધોધમાર વરસ્યો વરસાદ
પપ્પુંનુ મન નાચી ઉઠ્યુ આજ
નદી નાળાઓ અને કૂવાઓ ભરાયા
ઘરના આંગણના ખાડાઓ ભરાયા
કશુંક વિચારીને મન હરખાયું
નાવડી બનાવવા લલચાયુ
9
10
આવ્યો રે વરસાદ, લાવ્યો પાણીનો પ્રસાદ
ઠેર ઠેર વરસ્યો છતાં થાક્યો ન વરસાદ
બહાર ફરવા મળે નહી એટલે મોટેરાંઓને ત્રાસ
બાળકોને પલળવા મળે એટલે વ્હાલો લાગે વરસાદ
ઝરમર-ઝરમર વરસે ત્યારે ન્હાવાંની મજા પડે
ધોધમાર વરસે ત્યારે છબ-છબ કરવાની મજા પડે
10
11
કુઉ.......કુઉ.... બોલે કોયલ રાણી
ફળ ખાય છે છાની માની
દૂર ઉડીને બેસી જાય
લાગે સૌને એ કેવી શાણી
સવારે વહેલી આવીને
મીઠા રાગ સંભળાવે કોયલ રાણી
દિવસે ક્યાં જાય તેની ખબર નહી
બસ સવારે દેખાતી કોયલ રાણી
11
12
પાંદડા પાંદડા હવાની સાથે
સર સર સર સર ગાતા
ઝાડ પાસેથી આવીને
તેને એક ઝોંકુ ખવડાવતો
હવા સાથે ખીલ ખીલ કરતી
ગાતીને હસતી
બહુ દૂરથી ચાલી આવતી
હીંચકો એક બનાવતી
12
13
ચીં ચીં બોલે છે ચકલી
ઉડીને આવે ને પાણી પીતી
ઉડી ઉડી આવે ઉડી ઉડી જતી
પછી બોલે તે મીઠી વાણી
વાદળ આવતા અને છવાઈ જતા
એ પણ ખૂબ મસ્તી કરતી
પાંખ ખોલી ખોલીને પલળતી
આવતી અને પાછી ઉડી જતી
13
14
ચાંદામામા આવો તમે
સાથે સાથે હસજો તમે
આખી દુનિયા ફરીને
હાલ રોજ સંભળાવજો તમે
ચાંદામામા આવો તમે
દરેક ધરતીના તારાઓ નાના
બોલે પ્રેમની બોલી
રમે, કૂદે, નાચે, ગાય
14
15
હવે આંબા પર કેરી ડોલે
ડાળી પર જુઓ કોયલ બોલે
ભીની સુગંધ ફેલાઈ ગઈ છે
પક્ષી કૂદયા ધીરે ધીરે
ગુચ્છા લટકી રહ્યા છે જુઓ
હળી-મળીને નજર મારો
પોપટે પણ ચાંચ મારી
જાણે ધરતી પાલવ પસારે
15
16
મોટર ગાડી મોટર ગાડી
કરતા અમે આની સવારી
દરેક ફેરો ફરતા પહેલા
ડ્રાઈવર કરે એની તૈયારી
તેને સાચવવા સમય આપતા
તપાસ કરતા એંજીનની
બધુ જોઈ કરીને
પછી મશીનરીમાં તેલ પૂરતા
જુદા જુદા પ્રકારની બધી મોટરો
આ બધી છે મિત્ર અમારી
તેની દેખરેખની
અમારી છે ...
16
17
બકરી. ગાય, બળદ સૌ ભાગ્યા
સિંહ ભાગીને આવ્યો હતો
એક બળદે જોયો તેણે
જોરથી બરાડ્યો હતો
17
18
ગરમી ભારે ચેન ન મળતુ
ખૂંચે લપેટ બની તીર
વાંદરાને બોલી ઘરવાળી
ચાલો જઈએ કાશ્મીર
શરીરથી વહે પરસેવો ખારો
શુ થશે હો રામ
ગીઘ બોલ્યો આગ લાગી છે
ક્યાં કરીએ આરામ
18
19
આવી ગઈ લો ગરમી રાણી
કરતી રહે છે મનમાની
તળાવ, કૂવા, નદીઓ સુખી
ગાય, બકરી ઘરમાં રહે છે ભૂખી
પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવો
ચોરી લીધુ છે તેને પાણી
સૂકાય ગઈ છે ઘાણી
આવી ગઈ લો ગરમી રાણી
પશુ-પક્ષીઓ આનાથી હાર્યા
ફરે છે જંગલમાં માર્યા માર્યા
19