બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 મે 2017 (17:47 IST)

OMG - આ વ્યક્તિ 6 દિવસ સુધી પત્નીની લાશ સાથે સૂઈ રહ્યો હતો

પ્રેમ કરો તો પાગલપનની હદ સુધી યૂકેમાં એક આવી જ બેપનાહ મોહબ્બતનુ ઉદાહરણ સામે આવ્યુ છે.  યૂકેના ડર્બીમાં 10 વર્ષ સુધી સરવાઈકલ કૈસરથી પીડિત રસૈલ ડેવિડસનની પત્ની વૈડીનુ મોત થઈ ગયુ. રસૈલ પત્નીના મોત પછી એકદમ તૂટી ગયો હતો. 
 
રસૈલ પોતાની પત્નીના લાશને શબગૃહને સોંપવા માંગતા નહોતા અને ન તો તેને ફ્યૂનરલ ડૉયરેક્ટરને આપવા માંગતા હતા. રસૈલે કહુ કે "હુ મારી પત્નીને શબગૃહમાં રાખવા નહોતો માંગતો અને ન તો તેને ફ્યૂનરલ ડૉયરેક્ટરને આપવા માંગતો હતો. હુ ઈચ્છતો હતો કે તે અમારી દેખરેખમાં અમારા ઘરમાં રહે.   અમારા બેડરૂમમાં રહો જેથી હુ તેની સાથે એ રૂમમાં સૂઈ શકુ. 
 
 
 રસૈલ પોતાની પત્નીના શબ સાથે કેમ સૂઈ રહ્યો અને કેવી રીતે રહ્યો તેની હકીકત જાણીને તમે હેરાન થઈ જશો. 
 
આ માટે શબ સાથે સૂઈ રહ્યા રસૈલ 
 
વૈડીના કેંસરની જાણ 2006માં થઈ હતી. રસૈલે કહ્યુ કે તે પ્રાકૃતિક રીતે પત્નીનુ ધ્યાન રાખવા માંગતો હતો. 
 
તેણે કહ્યુ કે અમે તેની જીંદગીને ડોક્ટરના હાથમાં સોંપવા તૈયાર નહોતા. અમે રિસર્ચ કરીને જાતે વૈડીને જીવતી રાખવા માંગતા હતા.
 
તેમણે કહ્યુ કે તેમને વિશ્વાસ હતો કે કીમોથૈરપી અને રેડિયોથૈરેપીને ના પાડીને તેઓ વૈડીનુ જીવન થોડુ વધુ સમય સુધી બચાવી શકતા હતા. તેમનુ માનવુ છેકે તેમણે પ્રાકૃતિક રીતે વૈડીના જીવનને લાંબા સમય સુધી બચાવી રાખ્યુ. 
 
 
વૈડીને પોતાનો અંતિમ સમય પરિવાર સાથે વીતાવ્યો 
 
બીબીસીની રિપોર્ટ મુજબ વૈડી ડેવિડસનને 2014માં બતાવવામાં આવ્યુ હતુ કે તેમની પાસે ફક્ત 6 મહિના બચ્યા છે. જ્યારબાદ રસૈલ વૈડીને લઈને સમગ્ર યૂરોપની ટ્રિપ પર લઈને જતા રહ્યા. 
 
ગયા વર્ષે સપ્ટેમ્બરથી દુખાવાની ફરિયાદ પછી વૈડીનો ઈલાજ થઈ રહ્યો હતો પણ વૈડી અને પતિ રસૈલ એ નહોતા ઈચ્છતા કે વૈડીનુ મોત હોસ્પિટલમાં થાય. 
 
ત્યારબાદ રસૈલ વૈડીને ઘરે લઈ આવ્યા અને ત્યા તેની દેખરેખ કરી. વૈડી પોતાના અંતિમ સમયમાં પોતાના ઘરે જ રહી હતી. 21 એપ્રિલના રોજ વૈડીનુ મોત થઈ ગયુ. 
રસેલ બતાવે છે કે વૈડીનુ મોત મારી અને ડિલેનના ખોળામાં ખૂબ જ શાંતિથી થયુ. કોઈ તકલીફ ન થઈ.  અમારો વફાદાર કૂતરો અમારી પાસે જ બેસ્યો હતો.   તેમને કહ્યુ કે  એ સમયે પરિવાર અને મિત્રોનુ તેમની પાસે હોવુ એક સુંદર અને સુકુન દેનારો અનુભવ હતો. 
 
રસૈલે પોતાની પત્ની વૈડીના શબને સોશિયલ મીડિયા પર શેયર કર્યુ હતુ. 
 
આ કોઈપણ સામાન્ય માણસને ચોંકાવનારી વાત છે કે કોઈ માણસ એક શબ સાથે લગભગ એક અઠવાડિયુ સુધી રહ્યો. 
 
શબને ઘરમાં રાખવાના નિયમ 
 
જ્યા સુધી ડોક્ટરને સૂચિત કરવામાં આવે છે અને મોતને પાંચ દિવસની અંદર રજિસ્ટર કરવામાં આવે છે. શબને અંતિમ સંસ્કાર પહેલા કાયદાકીય રૂપે ઘરમાં મુકી શકાય છે. અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરનારા વ્યક્તિ કે નર્સની જરૂર શબને નવડાવવા માટે હોય છે.  જો શબને ઘરમાં વધુ દિવસ સુધી મુકવામાં આવે છે તો અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરનારા વ્યક્તિએ શબ પર લેપ લગાવવો પડે છે.