મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (13:03 IST)

ગુજરાત પોલીસની WhatsApp ચેટ વાયરલ, જિગ્નેશ મેવાણીએ બતાવી એનકાઉંટરની આશંકા

વોટ્સએપ પર બે વીડિયો વાયરલ થયા પછી વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. વોટ્સએપ ગ્રુપ પર પોલીસવાળાની ચેટ વાયરલ થયા પછી તેણે પોતાની સુરક્ષાને લઈને સવાલ ઉભો કર્યો છે. આ વોટ્સએપ ગ્રુપનુ નામ એડીઆર પોલીસ એંડ મીડિયા છે.  જેમા મીડિયા અને વરિષ્ઠ પોલીસના લોકો સામેલ છે.  એક વીડિયોમાં પોલીસવાળાનુ ગ્રુપ એક વ્યકિને મારી રહ્યુ છે. 
 

બીજી બાજુ બીજો વીડિયો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ક હ્હે. જેમા તેઓ યૂપી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ એનકાઉંટરના સવાલનો જવાબ આપી રહ્યા છે. આ વીડિયો સમે આવ્યા પછી અમદાવાદ ગ્રામીણના ઉપ પોલીસ અધીક્ષકન મેસેજ આવે છે. જેમા તેઓ કહે છે જે લોકો પોલીસના બાપ બનવા માંગે છે તેમને લખોટા કહેવાય છે. અને પોલીસન્નો વીડિયો બનાવે છે તેમણે ધ્યાન રાખવુ જોઈએ કે એમના જેવા લોકો સાથે પોલીસ આ જ રીતે વ્યવ્હાર કરશે.  તેનુ પરિણામ ભોગવવુ પડશે. 
આ મેસેજને અમદાવાદના પોલીસ અધીક્ષકે થમ્સ અપ ઈમોજી આપી હતી. જેના પર સફાઈ આપતા તેમણે કહ્યુ - મે ફક્ત આ મેસેજને કૉપી પેસ્ટ કરીને બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરી દીધી.  તેની ખોટી રીતે વ્યાખ્યા કરવામાં આવી રહી છે. આ વ્યક્તિગત મેસેજ નહોતો અને ન તો આનાથી કોઈની સુરક્ષાને ખતરો છે.  આ ફક્ત એક ગ્રુપથી બીજા ગ્રુપમાં શેયર કરવામાં આવ્યો છે. 
 
આ વાયરલ વોટ્સએપ વાતચીત પર જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી લખ્યુ - જિગ્નેશ મેવાનીનુ એનકાઉંટર ? હુ તમને એક વેબ પોર્ટલની લિંક આપી રહ્યો છુ જેણે એક વોટ્સએપ વાતચીતનો ખુલાસો કર્યો છે.  જેમા બે પોલીસ અધિકારી આ વાતની ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે મને એનકાઉંટરમાં મારી શકાય છે.  શુ તમે આ વાત પર વિશ્વાસ કરશો ?  તેમણે આગળ કહ્યુ - આ એક ગંભીર મામલો છે. બે પોલીસ અધિકારી વાત કરી રહ્યા છે કે મારુ એનકાઉંટર કેવી રેતે કરી શકાય છે. હુ આની ફરિયાદ ડીજીપી ગૃહ મંત્રાલય અને ગૃહ સચિવને કરીશ.