બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (12:36 IST)

દારૂ પીઈ ને બાઈક ચલાવવા ઉપરાંત લાઈસેંસ ન હોવાથી યુવકને ફટકાર્યો 25 હજારનો દંડ તો યુવકે પોલીસ સામે જ સળગાવી દીધી બાઈક

ટ્રાફિક નિયમોના સખત નિયમો લોકોને ગળે ઉતરી રહ્યા નથી અને રાજધાનીમાં એક માથુ ફરેલા યુવકે મેમો કપાતા પોતાની બાઈકમાં જ આગ ચાંપી દીધી. શેખ સરાય વિસ્તારમાં બપોરે ટ્રાફિક પોલીસ નશામાં બાઈક ચલાવવાની શંકામાં એક વ્યક્તિને રોક્યો. પોલીસનો શક સાચો હતો.  તેણે જરૂર કરતા વધુ પ્રમાણમાં દારૂ પી રાખ્યો હતો. જ્યાર પછી તેનો મેમો ફાડવામાં આવ્યો. નવા નિયમ હેઠળ દારૂ પીને વાહન ચલાવતા પકડાતા 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. 
 
બાઈક સવાર પાસે જરૂરી દસ્તાવેજ પણ નહોતા. જ્યારબાદ બાઈક જપ્ત કરી લેવામાં આવી  જ્યારે પોલીસ બાઈક લઈ જઈ રહી હતી તો તે ઘટનાસ્થળ પર જ હાજર હતો પછી તે અચાનક પોલીસ પાસે આવ્યો અને બોલ્યો કે તેની પાસે દસ્તાવેજ છે.  પોલીસને કંઈ સમજાય એ પહેલા તેણે પોતાની બાઈકમાં આગ લગાવી દીધી. ત્યા હાજર પોલીસ કર્મચારીઓએ તત્કાલ આગ ઓલવવી શરૂ કરી અને આરોપી યુવકને પીસીઆરને હવાલે કર્યો. આ દરમિયાન ત્યા ઘણી ભીડ એકત્ર થઈ ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક રૂલ્સને તોડવા પર દંડના નયા રેટ 1 સપ્ટેમ્બરથી લાગૂ થયા છે અને ત્યારબાદથી જ દિલ્હી એનસીઆર સહિત દેશભરમાંથી મોટા મોટા મેમો કપાયાના મામલા સામે આવી રહ્ય છે. એક સ્કુટીને 23000 રૂપિયાનો મેમો કપાયો તો એક ઓટોવાળાને 32000 રૂપિયાનો ફાઈન લગાવ્યો છે તો ટ્રેક્ટર ડ્રાઈવરને 59 હજારનો દંડ આપવો પડ્યો છે.