શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (11:16 IST)

મુંબઈ: મટકી ફોડ કાર્યક્રમમાં મોટી દુર્ઘટના

dahi handi
મુંબઈમાં કેટલાક ભાગોમાં મટકી ફોડ કાર્યક્રમો દરમિયાન 35 ગોવિંદા નીચે પછડાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 22 ઈજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 4 ગોવિંદા ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. 
 
 મુંબઈમાં કૃષ્ણ જન્મોત્સવના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગોવિંદાનું ગ્રુપ એક માનવ પિરામીડ બનાવે છે. એટલે કે ઊંચે બાંધેલી દહીં હાંડી ફોડવા ગ્રુપના સભ્યો તેની નીચે ગોળાકારમાં ઉભા રહે છે,

ત્યારબાદ તે સભ્યોના ખભા પર બીજા અન્ય સભ્યો ગોળાકાર બની ઉભા રહે છે... જેટલી ઊંચે દહીં હાંડી હોય તેટલે ઊંચે સભ્યોને ગોળાકાર તરીકે ઉભા રાખવામાં આવે છે. અને છેક ઉપર એક ગોવિંદા દ્વારા મટકી ફોડવામાં આવીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ છેક ઉપર સુધી ગોળાકારમાં ઉભેલા સભ્યો છેક નીચે સુધી પછડાય છે, જેના કારણે મુંબઈમાં આવી ઘટનાઓ બનતી રહે છે.