સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (12:46 IST)

આગામી 48 કલાકમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

નોર્થ ઈન્ડિયામાં સતત હિમવર્ષાને કારણે ઠંડીની અસર વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થયો છે. વહેલી પરોઢે પવનની ગતિ સામાન્ય કરતાં વિશેષ રહેતાં ઠંડા અને સૂકા પવન ફૂંકાયા હતા. જેનાં કારણે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 11.9 ડિગ્રીએ પહોંચી જતાં દિવસ દરમિયાન શહેરીજનોને ઠંડીમાં રાહત મળી હતી. આજે વહેલી સવારે પણ શહેરનાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપસ 3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું પ્રભુત્વ તબક્કાવાર ઘટવા લાગશે. હવામાન વિભાગનાં મતે આગામી 24 કલાક દરિયાન ઠંડીમા વધારો થવાની સંભાવના નથી પરંતુ આગામી 48 કલાકમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેને કારણે ઠંડીનો હજુ એક રાઉન્ડ શરૂ થશે. ગુરુવાર અને શુક્રવારે 13 ડિગ્રી, જ્યારે શનિવારે 1 ડિગ્રી વધીને 14 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 27થી 29 ડિગ્રી વચ્ચે રહેશે.