રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 2 જૂન 2018 (13:15 IST)

AAP અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો, આ છે કારણ

રાજનીતિક ગલીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા વધી રહી છે. મીડિયામાં આ પ્રકારના સમાચાર આવ્યા છે કે દિલ્હીની 7 લોકસભા સીટો માટે કોંગ્રેસ અને આપ કોઈ ચૂંટણી પૂર્વ ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીની લહેરને લોકસભા ચૂંટણી 2019માં બેઅસર કરવા અને તાજેતરની પેટાચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન દ્વારા બીજેપીને મળેલી હારને ધ્યાનમાં રાખતા આ અટકળબાજીને વધુ બળ મળી રહ્યુ છે. 
 
ખાસ વાત તો એ છે કે બંને પાર્ટીઓના નેતાઓએ શરૂઆતના સમયમાં આ પ્રકારની અટકળબાજીને રદ્દ કરી છે.  ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો માટે આ શક્યતા પર વિચાર કરવો પણ આશ્ચર્યનુ કારણ હોઈ શકે છે. કારણ કે પૂર્વમાં બંને પાર્ટીઓના સંબંધ ખૂબ જ વિરોધાભાસ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના બધા નેતા યૂપીએ અને દિલ્હીની શીલા દીક્ષિત સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવતા રહ્યા છે.  બીજી બાજુ આ અટકળોમાં શક્યતાઓ જોનારાઓનુ કહેવુ છે કે દિલ્હીની સાત લોકસભ સીટ પર બીજેપીના કબજા અને ભવિષ્યમાં રાજનીતિક અસ્તિત્વ બચાવવાને ધ્યાનમાં રાખતા બંને પાર્ટીઓ સાથે આવવા પર વિચાર કરી શકે છે. 
 
અટકળો તો એવી પણ છે કે પંજાબ જેવા રાજ્યમાં બંને પાર્ટીઓ સાથે આવી શકે છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે આમ આદમી પર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. બીજી બાજુ દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકન અને આપના રાષ્ટ્રીય પ્રવક્તા દિલીપ પાંડે વચ્ચે ટ્વિટર પર થયેલ વિવાદે અટકળબાજીને હવા આપી ક હ્હે.   જ્યા માકને ત્રણ સીટોને લઈને આવી કોઈ કથિત ઓફરને નકારી છે તો બીજી બાજુ આપ પ્રવક્તાએ કહ્યુ કે એક સીટને લઈને ચર્ચા થઈ ચેહ્  તેનાથી એ અટકળોને હવા મળી.  જેના મુજબ આવી કોઈ શ્કય્તાને લઈને કોંગ્રેસમાં ઉચ્ચ સ્તરીય વાતચીત પણ થઈ. માકને કહ્યુ કે જ્યરે દિલ્હીની જનતા કેજરીવાલ સરકારને સતત નકારી છે તો એવામાં તેમના બચાવમાં તેઓ કેવી રીતે આવશે ?