Corona Virus effect-ગુજરાત-ચીનનો વેપાર ઠપ થશે તો 5-6 હજાર કરોડના નુકશાનની ભીતિ
ચાઈન કોરોના વાયરસની અસર ગુજરાતના બિઝનેસ પર.ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં સી ફુડ ચાઈના આયાત કરે છે.દર મહિને 500 થી 600 કન્ટેનર ચાઈના મોકલવામાં આવે છે.જોકે છેલ્લા 15 દિવસથી ચાઈનામાં વેકેશનના કારણે વેપાર બંધ હતો પરંતુ અત્યારે કોરોના વાયરસના કારણે ચાઈનાએ આયાત નિકાસ બંધ કરી છે.
ચાઈનાની કંપનીઓ વેકેશન પૂર્ણ થાય તેના બીજા દિવસે કન્ટેનર પહોચી જાય તે રીતે મંગાવતા હોય છે એટલે કે સી ફુડના કન્ટેનર ચાઈના પહોંચવાની તૈયારીમાં છે. જો ચાઈના પોર્ટ પર કાર્ગોને રિસિવ નહીં કરે તો તે કાર્ગો ગુજરાત પરત આવશે.જેના કારણે પણ આર્થિક નુકસાન મોટુ થશે.
તો બીજી તરફ ચાઈના ન્યુયર પછીના ઓર્ડર હતા તે પણ રદ થયા છે.એટલે કે માર્કેટમાં માંગ ઓછી અને ઉત્પાદન વધુ હોવાના કારણે બાકીના દેશોમાં પણ ભાવ નહી મળે.જેના કારણે કરોડો બે મહિનામ 5 થી 6 હજાર કરોડનું નુકસાન થશે ચાઈનામાંથી ભારત દેશમાં અને ગુજરાતમાં રો મટિરિયલ મોટો પ્રમાણમાં આયાત કરવામાં આવશે.
ત્યારે કસ્ટમ બ્લોકર એસોસિયેશનના બોર્ડ મેમ્બર પરાગ બારયાએ જણાવ્યું હતું કે જો રો મટિરિયલ સમયસર નહી મળે તો ઉત્પાદન સમયસર થશે નહી.અને રો મટિરિયલ નહીં મળે તો પછી ફેકટરીઓ બંધ કરવી પડશે કારણ કે રો મટિરિયલ બીજા દેશ કરતા ચીનમાંથી મંગાવવું સસ્તુ પડે છે.
એટલે કે આર્થિક નુકસાન તો છે કારણ કે આયાત નિકાસમાં નિયમ હોય છે કે ઓડર લેવાયા પછી સમયસર ઉતપાદન કરીને જે તે કંપનીને પહોચાડવાનુ હોય છે અને સમયસર ન પહોચાડે તો દંડ ભરવો પડે છે.તેમજ ઉત્પાદન બંધ હશે એટલે મજુરોને પણ છુટા કરી દેવા પડશે. પરંતુ કોરોના વાયરસની અસર આયાત નિકાસ પર પડી રહી છે.એટલે કે ભારત દેશ પર નહી પરંતુ વિશ્વના તમામ દેશ ઉપર અસર થશે.
કારણ કે ચીનમાંથી મોટા ભાગના દેશો રો મટિરિયલ આયાત કરે છે.જોકે ચીનના વેકેશન અને વાયરસના કારણે આયાત નિકાસ ઠપ્પ થય છે.જેના કારણે રો મટિરિયલ નહી મળે તો જે તે દેશમાં ઉત્પાદન અટકી જશે.જોકે ભારત દેશમાંથી સૌથી વધુ સી ફુડ નિકાસ થાય છે.અને તે ચીન મંગાવે છે.પરંતુ આયાત અને નિકાસ બંધ કરી છે.જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનુ નુકસાન થઈ રહ્યુ છે.