સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2023 (13:40 IST)

સચિન તેંદુલકરના 10 એવા રેકોર્ડ્સ જેમા આજે પણ છે એ નંબર 1

સચિન તેંદુલકરને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. તેમણે વર્લ્ડ ક્રિકેટમાં અનેક રેકોર્ડસ પોતાને નામ કર્યા છે. એવુ કહેવામાં આવે છે કે સચિનના આઉટ થઈ ગયા બાદ લોકો પોતાના ઘરમાં મેચ જોવાનુ બંધ કરી દેતા હતા. આજે સચિન 50 વર્ષના થઈ ગયા છે. તેમણે વર્ષ 2013માં ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધુ હતુ. આવો આજના દિવસે તેમના એ શાનદાર રેકોર્ડ્સ પર એક નજર નાખીએ જેમા તે આજે પણ નંબર 1 છે. 
સચિન તેંદુલકરે પોતાના આખા કરિયરમાં 100 સદી લગાવી છે. આ કોઈ પણ ખેલાડી દ્વારા સૌથી વધુ સદી છે. તેમના નામે ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદીઓ  નોંધાયેલે છે. તેમના પછી વિરાટ કોહલી 75 સદી સાથે બીજા નંબર પર છે. 
 
સચિન તેંદુલકરના નામે સૌથી વધુ સદી સાથે જ સૌથી વધુ હાફ સેંચુરી પણ નોંધાયેલી છે. તેમને ઈંટરનેશનલ ક્રિકેટના બધા ફોર્મેટ મળીને કુલ 264 સદી લગાવી છે. 
 
સચિને ચોક્કાના મામલે પણ સૌને પાછળ છોડી દીધા છે. તેમના નામે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ચોક્કા લગાવવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. સચિને ત્રણેય ફોર્મેટ મળીને કુલ 4076 ચોક્કા લગાવ્યા છે. 
 
સચિન તેંદુલકરે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન પણ બનાવ્યા છે. તેમના નામે 34357 રનનો રેકોર્ડ છે. તેમણે આજ સુધી કોઈપણ બેટ્સમેને પછાડ્યા નથી. 
 
સચિન તેન્દુલકર સદીના મામલે તો બાદશાહ તો છે જ. સદીઓનો એક વધુ સ્પેશ્યલ રેકોર્ડ સચિનના નામે નોંધાયો છે. તેઓ કોઈપણ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી લગાવવા મામલે પણ સૌથી આગળ છે. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 20 શાનદાર સદી લગાવી છે. 
 
એક વર્ષમાં સૌથી વધુ સદી લગાવવાનો રેકોર્ડ પણ મહાન સચિન તેદુલકરના નામે જ છે. તેમને 1998માં 12 સદી લગાવી હતી. એ સમયથી લઈને આજ સુધી એટલે 25 વર્ષમાં કોઈપ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી. 
 
 સચિન તેંદુલકરે પોતાની બેટિંગથી ભારતને અનેક મેચ જીતાવી છે. ટીમ ઈંડિયાને મેચ જીતાડવામાં સચિનનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ યોગદાન છે. આ જ કારણ છે કે તેમના નામે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતવાનો પણ રેકોર્ડ છે. તેમણે 76 વાર આ એવોર્ડ જીત્યો છે. 
 
પ્લેયર ઓફ ધ મેચની સાથે સાથે પ્લેયર ઓફ ધ સીરિઝ જીતવાનો પણ રેકોર્ડ તેમના નામે નોંધાયેલો છે. તેમણે 20 વાર પ્લેયર સીરીઝ જીતી છે. આ લિસ્ટમાં પણ તેઓ નંબર વન છે. 
 
સચિને ઈંટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ મેચ રમી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને તેમના નામે 664 મેચ નોંધાયેલ છે.  તેમણે 463 વનડે મેચ, 200 ટેસ્ટ મેચ અને એક ટી20 ઈંટરનેશનલ મેચ રમી છે. 
 
સચિન તેંદુલકર આજના ખેલાડીઓ માટે સૌથી મોટી પ્રેરણા છે. આજના દિવસે ખેલાડીઓ માટે તેમની ફિટનેસ સૌથી મોટો મુદ્દો છે. ઈંજરીને કારણે ખેલાડીઓ આજ કાલ મહિનાઓ સુધી મેદાનથી દૂર  રહે છે. પણ સચિન પાસેથી આવા ખેલાડીઓએ સીખ લેવી જોઈએ કે પોતાની ફિટનેસને કેવી રીતે કાયમ રા ખવાની છે.  સચિનના નામે સતત સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ નોંધાયેલો છે.  સચિન બ્રેક વગર જ 239 મેચ રમ્યા છે. જે પણ આજે એક વર્લ્ડ રેકોર્ડ છે.