ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા મામલે મહત્વની અપડેટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા - ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષા મામલે મહત્વની અપડેટ સામે આવી છે. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ 66 ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આંકડાશાસ્ત્રના પેપરમાં 47 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નો રદ કરાયા છે. આપને જણાવીએ કે, કુલ 31 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને જેના 66 ગુણ થાય છે. આ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા 13 જુલાઈએ લેવાઈ હતી જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ સવાલ પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી.