બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (12:17 IST)

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ કાળઝાળ ગરમીમાં ઘટાડો થયો હતો. અમદાવાદ ૪૩.૨ ડિગ્રી સાથે ગુજરાતનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું જ્યારે ગાંધીનગર, વડોદરા, અમરેલીમાં પણ પારો ૪૨ ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થાય તેની સંભાવના નહિવત્ છે.
અમદાવાદમાં ૪૩.૨ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૯ ડિગ્રીનો વધારો જ્યારે ૨૬.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૫ ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં સતત ચોથા દિવસે ગરમીનો પારો ૪૩ ડિગ્રીથી વધારે રહ્યા હતો. આજે દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ૧૩% નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૪૨ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મે મહિનાના પ્રથમ ૧૦ દિવસ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર જાય તેની સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન હોવાથી ગરમીમાં સાધારણ ઘટાડો થયો છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન ગરમીનો પારો ૨-૩ ડિગ્રી સુધી ઘટી શકે છે અને હાલ હીટ વેવની કોઇ જ સંભાવના નથી. '