શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (11:56 IST)

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, સોમનાથના કર્યા દર્શન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ ભાજપ ત્રીપલ ડિઝિટમાંથી હવે ડબલ ડિઝિટમાં આવી ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે મજબૂત થતી દેખાઈ રહી છે. પરંતું છેક જીત સુધી પહોંચેલી કોંગ્રેસ હારી ગઈ એ વાતે કોંગ્રેસના નેતાઓ હજી મંથન કરી રહ્યાં છે. કોઈક ઈવીએમ પર હારનુ ઠીકરું ફોડી રહ્યું છે તો કોઈ આંદોલનકારી ત્રિપુટીને દોષિત માની રહ્યું છે, હવે ખુદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હારનું મંથન કરવા માટે આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે.

તેઓ આજે સવારે સોમનાથના દર્શને આવ્યા હતા. અહીં રાહુલે પૂજા કરી હતી. અહીં તેમની સાથે ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ ગુજરાતના ઝોન પ્રમાણે નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત યોજીને પરાજયના કારણો જાણશે.