CBSE 10th Result 2022: 10માંનુ પરિણામ થયુ જાહેર, જાણો કેવી રીતે ચેક કરશો પરિણામ, ફેલ થનારા ન થાય પરેશાન
CBSE 10th Result 2022 કેન્દ્રીય માઘ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 10મા ધોરણનુ પરિણામ જાહેર કરી દીધુ છે. આ પહેલા આજે સવારે ધોરણ 12નુ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. સીબીએસઈ બોર્ડ 10માની પરીક્ષામાં સામેલ સ્ટુડેંટ પોતાનુ પરિણામ CBSEની વેબસાઈટ
cbse.nic.in અને results.cbse.gov.in પર જઈને ચેક કરી શકે છે. આ સાથે જ 10માનુ પરિણામ ડિજીલૉકર અને ઉમંગ એપ પર પણ ચેક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10માની પરીક્ષામા 21 લાખ સ્ટુડેંટએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. તેમાથી 20 લાખ સ્ટુડેંટ એક્ઝામમાં સામેલ થયા. જેમાથી 19 લાખ સ્ટુડેંટે પરીક્ષા પાસ કરી લીધી છે. 10માની પરીક્ષામા સફળ ન થનારા સ્ટુડેંટ્સ પાસે કંમ્પાર્ટમેંટ એક્ઝામમાં સામેલ થવાનો વિકલ્પ ઓપન છે. જે માટે અલગથી ડિટેલ જાહેર કરવામાં આવશે.
CBSE 10th Result 2022: આ વેબસાઈટ્સ પર મળશે પરિણામ
cbseresults.nic.in
cbse.gov.in
parikshasangam.cbse.gov.in
CBSE 10th Result 2022
CBSE 10th Result 2022: રિઝલ્ટ પરિણામ ચેક કરવાના સ્ટેપ્સ
- ધોરણ 10 CBSEનુ પરિણામ ચેક કરવા માટે આપ સૌ પહેલા સીબીએસઈ બોર્ડની વેબસાઈટ cbseresults.nic.in પર વિઝિટ કરો
- અહી હોમપેજ પર જઈને CBSE 10th Result 2022 લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે તેમા લોગિન ડિટેલમાં રોલ નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરો.
- સબમિટ કરતા જ 10માનુ પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે
- તેને ડાઉનલોડ કરીને ચેક કરી લો.
- ભવિષ્ય માટે પરિણામની એક પ્રિંટ કરી લો