શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (19:08 IST)

8 મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા ટ્રક નીચે કચડાઈ, પેટ ફાટવાના કારણે નવજાત 5 ફીટ દૂર પડ્યુ

Firozabad Road Accident: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ઘટના આવી થઈ જેને સાંભળ્યુ તે હચમચાવી ગયો. 
 
બુધવારે દુર્ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું પરંતુ તેનું ગર્ભ ફાટી જવાથી બાળક બહાર આવી ગયું હતું. લોકોના આશ્ચર્યનો એ સમયે પાર નહોતો જ્યારે તેમણે બાળકને જીવતું જોયા.  અકસ્માતની ઘટનાથી જન્મેલા બાળકને સારવાર માટે ફિરોઝાબાદની હોસ્પિટલમાં લઈ જવાયું હતું. આ મહિલા 8 મહિનાથી પ્રેગનેન્ટ હોવાની વિગતો પણ સામે આવી રહી છે
 
મહિલાનો પતિ રામૂએ કહ્યુ કે મારી આંખોની સામે ટ્રક કામિનીની ઉપરથી નિકળી ગયો અને તે તરફડાવીને મરી ગઈ. તેમના શરીરમાં કઈક બચ્યો ન હતો. તેમજ દૂર જઈને પડી ગઈ મારી બાળકી રડી રહી હતી. 
 
આ ઘટનાના સંબંધમાં પોલીસે જણાવ્યું કે અકસ્માત બરતારા ગામ પાસે થયો હતો. દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ કામમિની તરીકે થઈ છે. તે 26 વર્ષની હતી.