શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 જુલાઈ 2022 (10:49 IST)

CBSE Class 10th 12th Result 2022 LIVE Updates: સીબીએસઈ બોર્ડ 12માનુ પરિણામ આઉટ, અહી ચેક કરો પરિણામ

result
CBSE 10th 12th Result 2022 Direct Link on www.cbse.gov.in, parikshasangam.cbse.gov.in, cbseresults.nic.in, digilocker.gov.in LIVE:સીબીએસઈ બોર્ડ 12માનુ  પરિણામ જાહેર થઈ ગયુ છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbresults.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ વખતે CBSE બોર્ડની 12મીની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી 15 જૂન 2022 દરમિયાન લેવામાં આવી હતી. જેમા લગભગ 14 લાખથી વધુ ઉમેદવારોએ પોતાનુ પંજીકરણ કરાવ્યુ હતુ. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓના પરિણામની રાહ પુરી થઈ છે. ટોપર્સની યાદી અને પરિણામ સંબંધિત અન્ય માહિતી માટે આ લેખ સાથે જોડાયેલા રહો, અહીં તમને પહેલા સૂચિત કરવામાં આવશે.
 
આ વર્ષે, 26 એપ્રિલથી 15 જૂન દરમિયાન યોજાયેલી CBSE 10મી, 12મી ટર્મ 2 પરીક્ષા 2022 માટે લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. CBSE ધોરણ 10 માટે કુલ 21 લાખ વિદ્યાર્થીઓએ અને 14 લાખ વિદ્યાર્થીઓ CBSE 12મીની પરીક્ષા 2022માં હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ પણ જલ્દી જ આવશે. 
 
CBSE બોર્ડ પરિણામ 2022 - વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો
CBSE બોર્ડ 12માના વિદ્યાર્થીઓએ ફરી એકવાર જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે 10માનું પરિણામ પણ સારું જોવા મળશે.

CBSE બોર્ડ પરિણામ 2022 - પરિણામ તરત જ કેવી રીતે જોવું 
 
વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ સ્ટેપ્સ દ્વારા પોતાની પરીક્ષાનું પરિણામ ચકાસી શકે છે.
 
સૌથી પહેલા CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
 
હોમપેજ પર જાઓ અને પરિણામ લિંક પર ક્લિક કરો.
 
અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો, પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
 
CBSE 12th result 2022 - અહી ચેક કરો પરિણામ 
 
પરિણામ જાહેર થતા જ નીચેના લિંક પર ચેક કરી શકો છો 
 
cbse.gov.in
 
cbseresults.nic.in
 
parikshasangam.cbse.gov.in
 
indiaresults.com