શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (13:40 IST)

Ration Card ધારકો માટે મોટા સમાચાર, આ નિયમો 1 માર્ચથી લાગુ થશે

Big news for Ration Card holders
Ration Card- દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે. હવે દિલ્હી એનસીઆર જ નહી યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ એમપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વહેચણીમાં અનિયમિતતાની ફરિયાદ મળશે નહી. એક માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેચણીની વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યુ છે. 1 માર્ચ 2024 પછી રેશન કાર્ડ ધારનો વહેચણીમાં સાથે  અનિયમિતતા સાથે બીજી ઘણી પરેશાનીઓથી હમેશા માટે છુટકારો મળી જશે. ગામ દેહાતમાં બેસેલા ઉપભોકતાઓ અને દુકાનદારો પર જીલ્લા મુખ્યાલયમાં બેસેલા અધિકારીઓની નજર રહેશે. 
 
પંજાબમાં રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે. 1 માર્ચ 2024થી પંજાબમા રેશન વહેચણી પ્રણાલીને લઈને ફેરફાર કરવામા આવી રહ્યુ છે. ઉલેખ્નીય છે કે માત્ર પંજાબમાં જ નહી પણ દેશના બધા રાજ્યોમાં રેશન વહેચરણી પ્રણાલીને લઈને  ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે, રેશનકાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશનના ઓછા વજનની ફરિયાદો કરવામાં આવે છે. હવે રેશનકાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં કારણ કે હવે ડેપો પર ઈ-પોશ મશીનો લગાવવામાં આવી રહ્યા છે. 
 
હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન મળવા લાગશે. આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રાશન આપી રહ્યા છે તેની પણ માહિતી મળશે.
 
જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારીઓ અને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ ડેપો ધારકો પર નજર રાખશે અને તેઓ રેશનકાર્ડ ધારકોને ઓછું રેશન ન આપે તેનું ધ્યાન રાખશે.
 
હવે ઓછું રાશન નહીં મળે
દેશના ઘણા ભાગોમાં ગ્રાહકો તરફથી એવી ફરિયાદો મળી રહી છે કે ઘઉં અને ચોખા ઓછા વજનમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બીજી ઘણી જગ્યાએથી એવી ફરિયાદો મળી રહી છે કે અહીં મહિનાઓથી રાશન આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે PDS કેન્દ્રો માટે નવી નીતિ બનાવી છે. હવે રેશનકાર્ડને લગતી કોઈપણ ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવાશે એટલું જ નહીં, દુકાનદારનું લાઇસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે.