સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 3 જુલાઈ 2024 (15:36 IST)

ગુજરાતમાં 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થશે, કેબિનેટ બેઠકમાં મંજુરી

recruitment
તાજેતરમાં જ TAT અને TET ભરતી મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. TAT 1 અને TAT 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. ત્યારે આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે.
 
10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી
તાજેતરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.