આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, CA કૈલાશ ગઢવી કચ્છ માંડવીથી વેજલપુરથી કલ્પેશ પટેલ ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. 182માંથી 19 ઉમેદવારોને જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં બીજા 10 ઉમેદવાર જાહેર થયા છે. ગોપાલ ઇટાલિયાએ આપના ઉમેદવાર જાહેર કરતાં જણાવ્યું હતું કે કચ્છ માંડવીથી સી.એ કૈલાસ ગઢવી, અમદાવાદના દાણીલીમડામાંથી દિનેશ કાપડિયા, ખેડબ્રહ્મામાંથી બિપિન ગામેતી, ડીસાથી ડો. રમેશ પટેલ, પાટણથી લાલેશ પટેલ, વેજલપુરથી કલપેશ પટેલ (ભોલાભાઈ), સાવલીથી વિજય ચાવડા, નાંદોદથી પ્રફુલ વસાવા, પોરબંદરથી જીવન જુંગી અને નિઝરથી અરવિંદ ગામીત ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રોજગાર, ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ વગેરેને ગેરંટી આપી છે. અલગ જ પ્રકારનો ઉત્સાહ ગુજરાતમાં જોવા મળે છે. કેજરીવાલ કહે છે એ કરીને બતાવે છે. આ વિશ્વાસ લોકોમાં વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પાર્ટીનો ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલા 10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં અમદાવાદમાં 3 બેઠકો, સૌરાષ્ટ્રમાંથી 10, ઉત્તર ગુજરાતમાં , મધ્ય ગુજરાતમાં ઉમેદવાર જાહેર થયા છે.