ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:27 IST)

પેટાચૂંટણીમાં મતદાન બાદ વાઘબારસ કોની ઉજવાશે અલ્પેશની કે કોંગ્રેસની?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ થયું અને હવે સૌની નજર રાજ્યની 6 સીટો પર રહી છે ખાસ કરીને અલ્પેશ અને ધવલસિંહ પર. ૬ બેઠકો થરાદ વિધાનસભામાં પૈકી સૌથી વધુ 68.95 ટકા મત પડયા છે. જ્યારે અમરાઈવાડીમાં સૌથી ઓછા 34.75 ટકા મતદાન થયુ છે. ભાજપે જ્યાં પેરાશુટ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તે રાધનપુરમાં 62.95 ટકા, બાયડમાં 61.01 ટકા મતદાન નોંધાયુ છે. ભારતના મુખ્ય ચૂંટણી પંચે સાંજે 7 વાગ્યા સુધી અપડેટ થયેલી વિગતો આપતા ખેરાળુમાં 46.15 ટકા, લુણાવાડામાં 51.23 ટકા વોટ પડયાનું જાહેર કર્યું હતુ. સોમવારે મતદાન થયા બાદ વાઘબારસને ગુરૂવારના દિવસે ઉપરોક્ત 6 બેઠકો માટે મતગણતરી થશે. જેમાં ક્યા પક્ષના વિજેતાના ફટાકડા ફૂટે છે અને કોનું સુરસુરિયું થશે તેના ઉપર સૌની નજર છે. પેટાચૂંટણીમાં મતદાનના દિવસે આદર્શ આચારસંહિતા કાગળ ઉપર રહી હોય તેવા દર્શ્યો ઠેરઠેર જોવા મળ્યા હતા. મતદાન મથકમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાંયે રાધનપુર, બાયાડ, ખેરાળુ, થરાદ જેવા પછાત મતક્ષેત્રોમાં પોલીસ, ઓબ્ઝર્વર અને મતદાન અધિકારીની હાજરીમાં વગ ધરાવતા મતદારોએ ઈવીએમમાં સ્વિચ દબાવતી તસ્વીરોની સેલ્ફી લીધી હતી. આમ, મુક્ત- ન્યાયી – પારદર્શક ચૂંટણી માત્ર રૂલ્સબૂકમાં સચવાઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો.