ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (09:30 IST)

બજેટ 2017 - ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ શુ છે ?

ડાયરેક્ટ ટેક્સ - આ એ ટેક્સ હોય છે જે કોઈ વ્યક્તિ કે સંસ્થાઓની આવક પર લગાવવામાં આવે છે. જેમા ઈંકમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, ઉત્તરાધિકારી ટેક્સ વગેરે ડાયરેક્ટ ટેક્સના કેટલાક ઉદાહરણ છે. 
 
કોઈ વ્યક્તિને વિવિધ સ્ત્રોત જેવા કે સેલેરી, રોકાણ વ્યાજ વગેરેથી મળનારી આવક પર લાગનારો ટેક્સ ઈંકમ ટેક્સ કહેવાય છે.  કંપનીઓ અને ફોર્મને પ્રાપ્ત થનારી આવક પર જે ટેક્સ ચુકવવામાં આવે છે તેને કોર્પોરેટ ટેક્સ કહેવાય છે. 
 
ઈનડાયરેક્ટ ટેક્સ - ગ્રાહકો દ્વારા વસ્તુઓ, સંપત્તિ અને સેવાઓ ખરીદવા પર લાગનારા ટેક્સને ઈનડાયરેક્ટ ટેક્સ કહે છે. તેમા એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટીનો સમાવેશ છે. જ્યારે વસ્તુઓ દેશમાં આયાત કરવામાં આવે છે તો તેન અપર લાગનારા ટેક્સને કસ્ટમ ડ્યુટી કહેવાય છે. આ આયાતક (આયાત કરનાર) કે નિર્યાતક દ્વારા આપવામાં આવે છે. કોઈ મેન્યુફેક્ચર દ્વારા દેશમાં વસ્તુનુ ઉત્પાદન કર્વા પર જે ટેક્સ લગાવવામાં આવે છે તેને એક્સાઈઝ ડ્યુટી કહે છે. સામાન્ય રીતે આ મૂલ્ય ગ્રાહકો દ્વારા ચુકવવામાં આવે છે.