બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2022 (11:07 IST)

માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, પાંચ સામે ગુનો નોંધાયો

suicide
ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

માલગઢના એક પરિવારની દીકરી રસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી.જ્યાં તેને રાજપુર ગવાડીના એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. જેને પ્રેમજાળમાં ફસાવી ઘરે આવતો - જતો થયો હતો. સમય જતાં એઝાઝે આ યુવતીને લાલચ આપી તેના વશમાં કરી હતી. જેણી તેણી તેની પાસે જવા જીદ કરતી હતી. આ અંગે યુવતીના પિતાએ ઘરે આવવાની ના કહેતા એઝાઝ શેખે તકરાર કરી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો બધું જ મારી પાસે છે એટલે તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેમ કહી દાદાગીરી કરી હતી.તેમજ પરિવારમાં કોઈ ઘરે ના હોય ત્યારે એઝાઝ શેખ ઘરે આવી પત્ની તેમજ પુત્રને વશમાં કર્યા હતા. અને અલગથી રહેવા લઇ ગયો હતો. આથી યુવતીના પિતા લેવા જતાં તમારે તેમને ધર્મ અંગીકાર કરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતુ. તેમજ ગવાડીના મુસ્તુફાભાઈ, આલમભાઇ શેખ, અબ્દુલભાઈ હાજી જવાબ આપતા કહ્યું કે આ ત્રણેય જણા ધર્મ અંગીકાર કરે તેમાં ખોટું શું છે અને તે નમાજ પઢે તેમાં વાંધો શું છે તેમ કહી તમારા પરિવારના લોકોને લઈ જવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી.આથી પિતાને લાગી આવતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ (તમામ રહે.રાજપુર ગવાડી તા.ડીસા) સામે ગુનો નોંધાવ્યો હતો.ડીસાના માલગઢ ગામની દીકરીને ડીસાના ગવાડી ગામના શખ્સએ માતા તેમજ ભાઈનું બ્રેઇન વોશ કરી દેતા માતા તેમજ ભાઈ પોતાના ઘરે દેવી દેવતાઓના દીવા બંધ કરી ઘરમાં જ નમાજ પઢવાનું શરૂ કરી દીધું હતું.જ્યારે પરિવારે તેમને નમાજ પઢવાનું ના કહેતા તેમને ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી.માલગઢ ગામની દીકરીને રાજપુર ગવાડી ગામના શખ્સએ લાલચ આપી તેના વશમાં કરી લઈ દીકરીના ભાઈ પાસે હાઇકોર્ટના અંગ્રેજીમાં કાગળો તૈયાર કરાવેલ તેમાં સહી કરાવી તેના આધારે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરેલ જેથી માતા પુત્ર તેમજ પુત્રીએ કહ્યું કે અમારે હવે સ્વતંત્ર રહેવું છે. હાલમાં આ ત્રણેય ક્યાં છે તે પરિવારને કોઈ જાણ નથી.ડીસામાં ધર્માતરંણ કરવા તેમજ રૂપિયા 25 લાખ આપવાનું કહેનારા આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક કઢાવી લેવા, મદદગારી સહિતની કલમો 306,511,384,506.1 અને 114 મુજબ નોંધી ગૂનો દાખલ કર્યો હતો.