સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:58 IST)

અમદાવાદમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 3036 અને ચિકનગુનિયાના 1677 કેસો નોંધાયા

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જેની સાથે સાથે હવે ટાઇફોઇડ અને કમળાના કેસો પણ વધ્યા છે.અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ ડિસેમ્બર માસમાં 11 તારીખ સુધીમાં ટાઈફોઈડના 109 અને કમળાના 96 કેસો નોંધાયા છે.જ્યારે ડેન્ગ્યુના 81 કેસો અને ચિકનગુનિયાના 79 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગો પણ વધતાં હોસ્પિટલમાં અને ખાનગી દવાખાનમાં લાઈનો લાગી છે. 
 
ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો શહેરમાં હાહાકાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં પાણીજન્ય રોગો માં વધારો થયો છે. કોઈ એક-બે વિસ્તારમાં આવા પાણીજન્ય રોગો સામે આવ્યા હોય એવું નથી. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 81, ચિકનગુનિયાના 79,  ઝેરી મેલેરિયાના 04 અને સાદા મેલેરિયાના 02 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 109, ઝાડા ઉલ્ટીના 54, કમળાના 96 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 સુધીમાં ઝાડા ઉલ્ટીના 3522, ટાઈફોઈડના 2087, કમળાના 1364, ડેન્ગ્યુના 3036 કેસો અને ચિકનગુનિયાના 1677 કેસો, સત્તાવાર કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે.
 
દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો દેખાઈ
જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો ફરી જોવા મળી છે. ડેન્ગ્યુની અસર લોકોને વધુ જણાય છે. ચિકનગુનિયાનો પણ સતત વધારો થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાયને ક્યાંય સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અને ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.  
 
રોગચાળો કાબૂમાં લેવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ
રોગચાળો કાબૂમાં લેવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે તે વાસ્તવિકતા છે. કોરોનાએ  સિસ્ટમની નિષ્ફળતાઓની પોલ ખોલી નાંખી છે. વર્ષ 2022માં રાજ્યને મલેરિયામુક્ત કરવાનું સરકારનું સપનું છે પરંતુ વાસ્તવિકતા એ છેકે ચાલુ વર્ષે શહેરમાંથી એક હજારથી વધુ કેસ મલેરિયાના મળી આવ્યા છે. રોગચાળો નાથવામાં સરકારી સિસ્ટમમાં ખામી છે. દવાના છંટકાવ, જાગૃતિ ફેલાવવી, સારવારની વ્યવસ્થા કરવી, સફાઇ અભિયાન, વગેરે બાબતોમા ંક્યાંકને ક્યાંક ખામી રહી જાય છે કે જેના કારણે જ વિવિધ રોગ અકટતા નથી.