મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (11:14 IST)

સુરતમાં ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા દોષિત ફેનિલને આજે સજા સંભળાવાશે

surat grishma murder
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલા બચાવ પક્ષે દલીલ કરી હતી, ત્યાર બાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. બંને પક્ષની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જોકે કોર્ટ દ્વારા સજાની તારીખ 5 મે જાહેર કરાઈ છે. એ પ્રમાણે આજે સંભવતઃ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે.ગત 22મીએ આખો દિવસ દલીલો ચાલી હતી, જેમાં સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપી ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.બચાવ પક્ષે જણાવ્યું હતું કે, લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી દલીલ કરીને વધુ માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરાયો છે. જેને ચાલવાનું ભાન ન હોય તે લાડું કેવીરીતે માગે અને ઇનોવા ચોરીમાં ક્યાં એ આરોપી પુરવાર થયો છે. એને પસ્તાવો નથી એવું કહેવામાં આવ્યું એ કોની સામે પસ્તાવો વ્યક્ત કરે. એને પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. છરીના ઘામાં સહાનુભૂતિ નથી મેળવી જે ઘા માર્યા તેમાં નસો કપાઈ ગઈ હતી. લિમિટ બહારનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આને જો સજા નહીં થાય તો સમાજમાં કોઈ સ્ત્રી સુરક્ષિત રહેશે નહી? કેવી રીતે કહેવામાં આવ્યું. કાયદા કડક કરવાનાં સજા વધારવાના આ ફક્ત પોલિટિક્સ કમ્પઝેશન છે. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.