1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 7 જૂન 2012 (13:21 IST)

બાબા જય ગુરુદેવ આશ્રમ પર વર્ચસ્વ મુદ્દે આરપારની લડાઇ

P.R
બાબા જય ગુરુદેવ આશ્રમ પર વર્ચસ્વ મુદ્દે હવે આરપારની લડાઇ છેડાઇ ચૂકી છે. ઉમાકાંત તિવારીના જૂથે ૧૦ જૂને ઝંડા અને ડંડા લઇને આશ્રમ પર કબજો જમાવવાનું એલાન કરી દેતાં તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. જિલ્લા વહીવટી તંત્રએ તેમના સમર્થકોને રોકવા માટે અલગ-અલગ વિસ્તારોના જિલ્લા તંત્રોને પત્ર લખ્યા છે. તેમના નિશાન પર ૧૧ જનપદના જિલ્લા પ્રમુખ છે.

તો બીજી તરફ તિવારીના સમર્થકો જેલ ભરો આંદોલનની તૈયારીમાં લાગી ગયા છે. નોંધનીય છે કે, બાબાના નિધન બાદ તેમની સંપત્તિ મુદ્દે બાબાના અનુયાયીઓ બે જૂથમાં વહેંચાઇ ગયા છે. મથુરા શહેર મેજિસ્ટ્રેટ રાકેશચંદ્ર શર્મા તરફથી બુધવારે સંબંધિત જનપદોને ફેક્સ દ્વારા સંદેશા મોકલી દેવાયા છે. તેમાં સ્પષ્ટ્ છે કે ઉમાકાંત તિવારીએ અજેમરમાં એક સત્સંગ દરમિયાન એલાન કર્યું છે કે ૧૦ જૂને તેમના સમર્થકો ઝંડા અને ડંડા લઇને મથુરા જય ગુરુદેવ આશ્રમ પહોંચીને તેની પર કબજો કરી લે.

શહેર મેજિસ્ટ્રેટ દ્વારા જે જિલ્લા પોલીસ તંત્રોને આ અંગે જાણ કરીને જે-તે જિલ્લાનાં અનુયાયી જૂથોને ૧૦ જૂને મથુરા આવતાં રોકવા માટે જાણ કરાઇ છે. પરંતુ ખાસ વાત એ છે કે મેજિસ્ટ્રેટ દ્વારા જે જિલ્લાનાં જનપદોને ફેક્સ દ્વારા સંદેશા પાઠવાયા છે તેમાં ઉમાકાંત તિવારીનું નામ સામેલ નથી. ઉમાકાંત તિવારીએ આ અંગે કહ્યું કે, અનુયાયીઓને તંત્રની આ કાર્યવાહીથી ભયભીત ન થવા માટે જણાવાયું છે.