શોટગન શત્રુધ્ન સિન્હાએ કહ્યુ 'નીતીશ કુમાર છે પીએમ મટીરિયલ'

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 30 જુલાઈ 2013 (17:26 IST)

P.R
ભારતીય જનતા પાર્ટી(બીજેપી) નેતા અને પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિન્હાએ એકવાર ફરી પોતાના નિવેદનથી રાજકારણમાં હલચલ મચી ગઈ છે. બિહારી બાબૂના નામથી જાણીત શોટગને બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ નેતા નીતીશ કુમારને પીએમ મટેરિયલ બતાવતા તેમના ખૂબ વખાણ કર્યા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે નીતીશ ચોક્કસ પ્રધાનમંત્રી પદના લાયક છે, જો કે તેમણે સાથે જ કહ્યુ કે પીએમ ઉમેદવાર બધાએ મળીને નક્કી કરે છે. તેમણે કહ્યુ કે સંખ્યાના આધાર પર જ પીએમનો નિર્ણય કરવામાં આવે છે. આ પાર્ટીના સ્તર પર હોય છે કે પછી ગઠબંધનના સ્તર પર.

નીતીશના વખાણમાં તેમણે કહ્યુ કે નીતીશ એક સ્પષ્ટ નેતા છે અને તેમના નેતૃત્વમાં બિહારનો વિકાસ થયો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે એ પણ કહ્યુ કે તેઓ નીતીશને જેડીયૂ-બીજેપી ગઠબંધન તોડવા માટે દોષી નથી માનતા. નીતીશનો નિર્ણય તેમણે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને લીધેલો યોગ્ય નિર્ણય હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિન્હાએ પહેલા પણ એક નિવેદન આપીને રાજકારણીય વાતાવરણમાં હડકંપ લાવી દીધો હતો. તેમણે અગાઉ કહ્યુ હતુ કે પીએમ પદ માટે પાર્ટીએ ઉમેદવારના રૂપમાં મોદીને બદલે અનુભવી નેતા લાલકૃષ્ણ અડવાણીને વધુ પસંદ કરે છે. તેમણે મોદી પર નિશાન તાકતા કહ્યુ હતુ કે પાર્ટીએ જે રીતે વરિષ્ઠ નેતાઓને બાજુ પર મુકી દીધા છે તેનાથી તેઓ ખૂબ દુ:ખી છે. તેમણે ચેતાવણી આપતા કહ્યુ કે જો મોદીના નામના ગુણગાન જ કરતા રહીશુ તો એવુ ન બને કે મંજીલ પહેલા કરતા દૂર નીકળી જાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ અને નીતીશ કુમારના સમર્થનમા નિવેદન આપનારા ભજપાના પ્રદેશ પ્રવકતા રામકિશોર સિંહને બીજેપીએ તેમના પદ પરથી હટાવતા કારણ બતાઓ નોટિસ આપી છે.


આ પણ વાંચો :