એક છોકરીએ દેડકા સાથે લગ્ન કર્યા

પોંડિચેરી| વાર્તા| Last Modified રવિવાર, 18 જાન્યુઆરી 2009 (17:28 IST)

તમિલનાડુનાં વિલ્લુપુરમ જિલ્લામાં પોંડિચેરીની સરહદ નજીકનાં પલ્લુપુથુપટ્ટુ ગામડામાં એક આઠ વર્ષની છોકરીએ દેડકા સાથે લગ્ન કર્યા છે.

સાંભળવામાં અજીબ લાગતી વાત ખરેખર હકીકત છે. ગ્રામીણ લોકોએ બિમારીથી મુક્ત થવા અને ખરાબ શક્તિઓનાં પ્રભાવને દૂર રાખવા માટે દર વર્ષે રીતિરિવાજો અને ક્રિયાકર્મ કરીને લગ્ન કરાવવામાં આવે છે.

તામિલ મહિનાનાં પ્રથમ દિવસે ગામનાં મુથુમેરીયમ્મન મંદિરની ટાંકીમાંથી દેડકાને કાઢવામાં આવ્યો હતો. તેમજ આર.વિજ્ઞાને્શ્વરી નામની છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દેડકાને વિજ્ઞાનેશ્વરીનાં ઘરે લઈ જવામાં આવ્યો હતો. આ લગ્ન માટે છોકરીનાં માતાપિતાની મંજૂરી લેવામાં આવી હતી.


આ પણ વાંચો :