ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 2 જુલાઈ 2018 (10:11 IST)

ઘરમાં 11 મૃતદેહ - મોત કે આત્મહત્યા ? પોલીસ સામે છે આ 13 પ્રશ્નો

. 30 જૂન અને 1 જુલાઈ વચ્ચેની રાત્રે દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાં 11 લોકોના મોત કેવી રીતે થયા. આ મોત પાછળનુ શુ છે રહસ્ય ? આ હત્યા છે કે આત્મહત્યા ? દિલ્હે સહિત આખા દેશને હલાવી દેનારી આ ઘટના પોલીસ દરેક એંગલ પર તપાસ કરી રહી છે. આ મોત પછી અનેક સવાલ પણ લોકો સામે ઉભા થયા છે. મરનારાઓઅમં 7 મહિલાઓ અને 4 પુરૂષ હતા. 10ના શબ ગ્રિલ સાથે લટકેલા મળ્યા અને એક મહિલાનુ શબ જમીન પર પડેલુ મળ્યુ. અત્યાર સુધી પોલીસ તપાસમાં મામલો તંત્ર-મંત્રને કારણે સામુહિક સુસાઈડ તરફ ઈશારો કરી રહ્યો છે. પણ પોલીસ સામે કેટલા સવાલ કાયમ છે... 
 
1. ગ્રાઉંડ અને ફર્સ્ટ ફ્લોરનો દરવાજો ખુલ્લો હતો. સામેના ઘરના CCTVમાં શનિવારે રાત્રે 11.30 વાગ્યાથી સવાર દરમિયાન ઘરમં કોઈ આવતુ-જતુ દેખાયુ નહી ?
2. જો બધાએ એક જગ્યાએ આત્મહત્યા કરી તો પહેલાવાળાને મરતા જોઈ કોઈ અન્યને ભય ન લાગ્યો ?
   
3. કુતરુ કેમ ભસ્યુ નહી. ઘરનુ કુતરુ અગાશીના ઠીક એ જ ગ્રિલમાં ચેન સાથે બાંધ્યુ હતુ જેની નીચેથી મૃતદેહ મળ્યા ?
 
4. ઘરની સૌથી વડીલ મહિલાના ગળા પર નિશાન હતા. જો આ સામુહિક સુસાઈડનો મામલો ક હ્હે તો તેમની હત્યા કેમ કરવામાં આવી ?
 
5. જો આ સામુહિક સુસાઈડનો મામલો છે તો ઘરના કોઈ સભ્યએ સુસાઈડ નોટ કેમ ન છોડી ?
 
6. સંબંધીઓનુ કહેવુ છે કે પરિવારમાં કશુ ગડબડ નહોતી. બધુ સારુ હતુ. તો પછી સુસાઈડનુ કારણ શુ હોઈ શકે છે ?
7. મરનારાઓમાં બધાએ મોટેભાગે ગળામાં ચુંદડી બાંધી હતી. જેમા ધાર્મિક સંદેશ લખેલા હતા, આવુ કેમ ?
 
8. પોલીસનુ કહેવુ છે કે ઘરમાં કેશ સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી. તેથી લૂંટના ઈરાદાથી હત્યાની શંકા થતી નથી. જો હત્યારો બહારથી આવ્યો હતો તે પૈસા સાથે કેમ ન લઈ ગયો ?
 
9. જો આ સૂસાઈડનો મામલો છે તો મૃતકોના હાથ પગ કેમ બાંધેલા હતા ?
 
10. બાળકોના શબ પણ લટકેલા મળ્યા. શુ બાળકો પણ વિરોધ કર્યા વગર સુસાઈડ કરવા તૈયાર હતા ?
 
11. બાળકોના શબ જમીનને ટચ કરી રહ્યા હતા. શુ તેમને મારીને લટકાવ્યા હતા ? 
 
12. બાળકોના ચેહરા ઢાંક્યા કેમ હતા ?
 
13. શુ પરિવારે ઝેર ખાધુ હતુ ?