ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , રવિવાર, 20 જૂન 2021 (15:27 IST)

કોરોનાથી મોત થતા 4 લાખનુ વળતર આપવુ શક્ય નથી - કેન્દ્રનો સુપ્રીમ કોર્ટને જવાબ

કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારા  (Covid-19 Death) વાળા દર્દીઓને વળતર (Compensation) આપવાને લઈને સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર તરફથી સોગંધનામુ દાખલ કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાનુ વળતર નથી આપી શકાતુ. તેમણે કહ્યુ કે વિપદા કાયદાના હેઠળ અનિવાય વળતર ફક્ત પ્રાકૃતિક વિપદા  જેવા કે ભૂકંપ, પૂર વગેરે પર જ લાગૂ થાય છે. સરકાર તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે જો એક બીમારીથી થનારા મોત પર મદદ રાશિ આપવામાં આવે અને બીજી પર નહી તો આ ખોટુ કહેવાશે. 
 
કેન્દ્ર  સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે દરેક કોઈ કોરોના સંક્રમિત દર્દીના મોત પર વળતર આપવુ રાજ્યોના નાણાકીય સામર્થ્યની બહાર છે.  
 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે કે, કોરોનાને કારણે સરકાર આર્થિક દબાણ હેઠળ છે. એક તરફ, જ્યાં સરકાર કારોનાને કારણે આરોગ્ય પ્રણાલી પર ઘણા પૈસા ખર્ચ કરી રહી છે, ત્યાં કરની વસૂલાતમાં પણ ઘણો ઘટાડો થયો છે..આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પર ઘણુ  દબાણ જોવા મળી રહ્યુ છે. તેથી સરકાર વળતર અથવા આર્થિક સહાય રૂપે કોરોના પીડિત પરિવારને ચાર લાખ રૂપિયા આપી શકતી નથી. આટલા પૈસા ખર્ચવાથી કોરોના સામે લડવામાં સરકારના પ્રયત્નોને અસર થશે. વળતર આપીને ફાયદો ઓછો થશે અને નુકસાન વધુ થશે.
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાને કારણે થયેલ મૃત્યુનું વળતર આપવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ સંક્રમણ  કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની મદદ રકમ આપવાની વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોર્ટને એમ પણ કહ્યું છે કે ડિઝાસ્ટર એક્ટ હેઠળ, કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં નિર્ણય લેવો એ સરકારનો જ અધિકાર છે. કોર્ટ આમાં દખલ કરી શકે નહીં. આ મામલો આવતા અઠવાડિયે સુનાવણી માટે આવી શકે છે.