બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 18 જૂન 2021 (16:04 IST)

બાબા કા ઢાબા વાળા કાંતા પ્રસાદ ICU દાખલ, આત્મહત્યાની કોશિશનો છે મામલો

'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદ (81) ની હાલત ઉંઘની ગોળીઓ ખાવાથી બગડી ગઈ.  તેમને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાબાએ ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે કાંતા પ્રસાદની પત્નીએ જણાવ્યું છે કે તેમણે ડિસેમ્બર 2020 માં રેસ્ટોરન્ટ ખોલ્યું હતું, જે ચાલ્યુ નહી, ત્યાંથી તેઓએ ઘણું નુકસાન થયુ. 
 
ડીસીપી સાઉથ અતુલ ઠાકુરે નિવેદન આપ્યું કે 80 વર્ષના કાંતા પ્રસાદને મોડી રાતે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાંતા પ્રસાદે દારૂ પીધા પછી ઊંઘની ગોળીઓ ગળી હતી. પરિસ્થિતિ બગડતા તેમને સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. આ મામલે તપાસ ચાલુ છે. 
 
શુ છે મામલો  ? 
 
પોલીસ મુજબ ગુરૂવારે રાત્રે લગભગ 11.15 વાગે સફદરજંગ હોસ્પિટલમાંથી સૂચના મળી કે એક વ્યક્તિને નાજુક હાલતમાં લાવવામાં આવ્યો છે. જેણે ઉંઘની ગોળીઓ ખાદી છે. શરૂઆતના પૂછપરછમાં કાંતા પ્રસાદની પત્નીએ જણાવ્યુ કે 2020માં એક નવી રેસ્ટોરા શરૂ કરી હતી. જે આ વર્ષે ફેબ્રુઆરીમાં બંધ થઈ ગઈ. રેસ્ટોરામાં ભારે નુકસાન થતું હતું. હોટલનો માસિક ખર્ચ એક લાખ રૂપિયા હતો. જ્યારે સરેરાશ માસિક વેચાણ 40 હજાર રૂપિયાથી વધારે નહતું થતું. કાંતા પ્રસાદના ખર્ચામાં 35000 રૂપિયા હોટલનું ભાડું, 36,000 રૂપિયા 3  કર્મચારીનો પગાર અને 15 હજાર રૂપિયા રાશન, વીજળી અને પાણીનો ખર્ચો સામેલ હતો. હોટલમાં ધીરે ધીરે ગ્રાહકો આવવાના ઓછા થઈ ગયા અને ખર્ચો વધવા લાગ્યો. ત્યારબાદ બાબાએ તે બંધ કરવી પડી. 
 
દિલ્હીના માલવીયનગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ 'બાબા કા ઢાબા' ચલાવતું હતું, પરંતુ પ્રથમ લૉકડાઉન અને ત્યાર બાદની પરિસ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતું હતું. ત્યાર બાદ સ્વાદ ઓફિશિયલના ગૌરવ વાસને ​​​​ઉતારેલો આ યુગલનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો હતો અને 'બાબા કા ઢાબા' પર લોકોની ભીડ ઊમટી પડી હતી, સાથે દેશભરમાંથી બાબાને મદદનો ધોધ વહ્યો હતો.