મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કાઠમાંડૂ. , ગુરુવાર, 17 જૂન 2021 (14:12 IST)

નેપાળમાં જળ પ્રલય - ભારે વરસાદ પછી આવ્યુ પુર, અત્યાર સુધી 7 ના મોત, 50 લાપતા

મુશળધાર વરસાદ બાદ પૂરને કારણે નેપાળમાં પૂરનો માહોલ સર્જાયો છે. મધ્ય નેપાળમાં નદીમાં આવેલા પુરને કારણે  અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના પાણીની તેજ ગતિને કારણે અનેક પુલ ધરાશાયી થયા છે. આને કારણે ટ્રાફિક પણ અટવાય ગયો છે. પુલ તૂટી પડતાં બચાવ કામદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે  
સિંધુપાલચોકમાં આવેલ પુરે તબાહી મચાવી 
 
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની સૌથી વધુ ખરાબ રીતે અસર મધ્ય નેપાળમાં સિંધુપાલચોકમાં મેલમ્ચી નદીમાં પૂર આવી ગયુ. બધા સાત  લોકોનાં મોત અહી જ થયા છે. મંગળવારે રાત્રે મૃતકોના મૃતદેહ મળી આવ્યા.  અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લગભગ 50 લોકો લાપતા છે, તેમાંના મોટા ભાગના  મેલામ્ચી પીવાના પાણીના પ્રોજેક્ટમાં કામ કરનારા મજૂરો છે. 
50 થી વધુ લોકો હજી પણ લાપતા 
 ફેસબુક પર સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી  શેર બહાદુર તમાંગે જણાવ્યું હતું કે મેલમ્ચી અને ઇદ્રાવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના કારણે મેલમ્ચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીમ્બૂ બજાર,  ચનાઉત બજાર, તાલામરંગ બજાર અને મેલમ્ચી બજારના ડેમોને પણ નુકસાન થયું છે.