શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (11:10 IST)

CRPF પુલવામા હુમલાના સૂત્રધાર જૈશના બે કમાંડર ઠાર, મેજર સહિત 5 જવાન પણ શહીદ, 2 નાગરિક પણ માર્યા ગયા. કુલ 9 માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લા  (Pulwama Encounter) ના પિંગલાન વિસ્તારમાં સોમવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં ચાર જવાન શહીદ થઈ ગયા.  આ ઉપરાંત એનકાઉંટરમાં એક જવાન ઘાયલ થઈ ગયો. પોલીસ પ્રવક્તા મુજબ પિંગલાન વિસ્તારમાં ગઈરાતથી જ આતંકવાદીઓ છિપાયા હોવાની માહિતી સામે આવ્યા પ્છી સેનાનુ સર્ચ ઓપરેશન ચાલુ છે સેના સાથે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. 

Live Updates 

- પુલવામા હુમલાના સૂત્રધાર જૈશના બે કમાંડર ઠાર, મેજર સહિત 5 જવાન પણ શહીદ, 2 નાગરિક પણ માર્યા ગયા. કુલ 9 માર્યા ગયા 
 
શહીદ થયેલા ચાર જવાનોમાંથી એક મેજરનો પણ સમાવેશ છે. આ એનકાઉંટર અડધી રાતથી દક્ષિણી કાશ્મીરના પિંગલાન વિસ્તારમાં ચાલી રહ્યુ છે.  એનકાઉંટરમાં શહીદ થયેલ જવાન 55 રાષ્ટ્રીય રાઈફલ્સમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામાં જ ગુરૂવારે સીઆરપીએફના એક કાફલા પર ફિદાયિન હુમલો થયો હતો. જેના પર આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. અને અનેક ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. 
 
કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 2500થી વધુ કર્મચારી 78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા તેમાથી મોટાભાગના રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં લાટૂમોડ પર આ કાફલામા જઈ રહ્યા હતા. તેમાથી મોટાભાગના રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં લાટૂમોડ પર આ કાફલા પર બપોરે લગભગ સાઢા ત્રણ વાગ્યે ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. ઘટન અપર હાજર એક અધિકારીએ જણાવ્યુ કે આત્મઘાતી હુમલાવર એ વાહનને ચલાવી રહ્યો હતો જેમા 100 કિગ્રા વિસ્ફોટક મુકવામાં આવ્યો હતો. તે ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યો હતો અને તેને જે બસ પર સીધી ટક્કર મારી તેમા 39થી 44 સુરક્ષા કર્મચારી યાત્રા કરી રહ્યા હતા.