રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઝારખંડ , મંગળવાર, 23 નવેમ્બર 2021 (11:46 IST)

Jharkhand:: ઘનબાદમાં નદીમા ખાબકી બેકાબૂ કાર, દુર્ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 5ના મોત

(Jharkhand)ના ધનબાદમાંRoad accident in Dhanbad ) એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. તેજ ગતિથી કાર  નદીમાં ખાબકી, જેમા પાંચ લોકોના (5 People Dead) મોત થઈ ગયા છે. જીવ ગુમાવનારાઓમા 1 બાળક, બે મહિલાઓ સહિત કુલ 5 લોકોનો સમાવેશ છે. પોલીસે સ્થાનીક લોકોની મદદથી લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. 
 
ઘટના ગોવિંદપુર પોલીસ મથક ક્ષેત્રના હિંદ હોટલ પાસેની છે. પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે એક કાર રાંચીથી ઘનબાદ જઈ રહી હતી. કારની ગતિ ઝડપી હોવાથી ચાલક પોતાનુ સંતુલન ગુમાવી બેઠો અને કાર નદીમાં ખાબકી. દુર્ઘટનાની સૂચના મળતા જ સ્થાનીક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. 
 
 
ઘટનાસ્થળ પર જ થઈ ગયા હતા 5 લોકોના મોત 
 
સ્થાનીક લોકોની સૂચના પર પોલીસ પહોંચી અને હાઈડ્રાની મદદથી ખાઈમાંથી કારને કાઢી. પણ કારમાં સવાર બધા લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ચુક્યા હતા.  હાલ પોલીસે સ્થાનિક લોકોની મદદથી શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. તાજેતરમાં ઝારખંડના લાતેહાર જીલ્લાના મનિકા થાના ક્ષેત્ર હેઠળ દોમુહાન નદી પાસે એનએચ 75 પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ દુઘર્ટના થઈ હતી. દુર્ઘટનામાં ટ્રક પર સવારનુ મોત થયુ હતુ. તેમની ઓળખ ચંદવા નિવાસી મજૂર રાહુલ ભઈયાના રૂપમાં થઈ હતી, જ્યારે કે બસમાં સવાર લગભગ 25 લોકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. 
 
ચાલકની બેદરકારીને કારણે દુર્ઘટના થઈ 
 
દુર્ઘટનામં ગંભીર રૂપથી ઘાયલ 5 લોકોએન રિમ્સ રેફર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ દુર્ઘટનામાં બચેલા મુસાફરો મુજબ બસ ચાલકની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ. મુસાફરોએ આરોપ લગાવ્યો કે બસ ચાલક બસમાં આપત્તિજનક હરકત કરી રહ્યો હતો. જેને કારણે ધ્યાન ભટકી જતા ભીષણ દુર્ઘટના થઈ.