બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (12:20 IST)

કાચનો દરવાજો 3 વર્ષની બાળકી પર પડતા મોત

પંજાબના લુધિયાણામાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. કાચનો દરવાજો તૂટ્યો અને 3 વર્ષની બાળકી પર પડ્યો, પરિણામે તેનું મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડીયો ખુબ જ દર્દનાક છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જેવી યુવતીએ દરવાજો ખોલ્યો કે આખો કાચનો દરવાજો તૂટીને તેના પર પડી ગયો


 
દરવાજો પડતાની સાથે જ યુવતીના પરિવારના સભ્યો અને દુકાનમાં કામ કરતા લોકો તેની તરફ દોડી આવ્યા હતા. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.