શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (15:08 IST)

AAPમાંથી સંજય સિંહ-એડી ગુપ્તા અને સુશીલ ગુપ્તા જશે રાજ્યસભા, વિશ્વાસ બોલ્યા મને સત્ય બોલવાનુ ઈનામ મળ્યુ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ચાલી રહેલી આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક પછી મનીષ સિસોદિયાએ પ્રેસ કોંફ્રેંસ કરી કહ્યુ કે દેશમાં લગભગ 18 મોટી હસ્તિયોના નામ પર ચર્ચા થઈ પણ કેન્દ્રના ડરથી બધાએ ના પાડી દીધી. બેઠકમાં સંજય સિંહ, એનડી ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામ પર સહમતિ બની છે.  સિસોદિયાએ કહ્યુ કે રાજ્યસભા જનારા પ્રથમ સભ્યનુ નામ સંજય સિંહ છે. સંજય યૂપીના પ્રભારી અને પાર્ટીના વરિષ્ઠ નેતા છે. 
 
બીજુ નામ સુશીલ ગુપ્તા જે દિલ્હીના મોટા વેપારી છે. દિલ્હીમાં તેમની શાળા અને હોસ્પિટલ છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને એક મહિના પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. 
 
ત્રીજુ નામ છે નવીન ગુપ્તાનું છે.  નવીન વ્યવસાયે ચાર્ટડ એકાઉંટેંટ છે અને હાલ ધ ઈંસ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ ઓફ ઈંડિયાના વાઈસ પ્રેસીડેંટ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટોમાંહ્તી 66 નામ પર આમ આદમી પાર્ટીનો કબજો છે.  5 જાન્યુઆરીના રાજ્યસભા માટે નામાંકનની અંતિમ તારીખ છે. 
 
રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત ન થયા બાદ કુમાર વિશ્વાસે કહ્યું કે, મેં જે સત્ય કહ્યું હતું તેનો પુરસ્કાર મને આપવામાં આવ્યો. અરવિંદે મને હસતા મોંએ કહ્યું હતું કે સરજી તમને મારીશું પરંતુ શહીદ નહીં થવા દઇએ. હું તેમને અભિનંદન આપું છું કે મેં મારી શહીદી સ્વીકારી લીધી છે. હું જાણું છું કે કેજરીવાલની ઇચ્છા વગર અમારી પાર્ટીમાં કંઈ થતું નથી.