શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 24 ઑક્ટોબર 2016 (14:52 IST)

#UP Election - મુલાયમના કહેવાથી પહેલા ગળે ભેટ્યા કાકા-ભત્રીજા, પછી ધક્કા-મુક્કી કરીને એકબીજા પાસેથી માઈક છીનવાનો પ્રયત્ન !!

સમાજવાદી પાર્ટીની સોમવારે થયેલ બેઠકમાં મુલાયમ સિંહ યાદવ ઉપરાંત અખિલેશ અને શિવપાલે પોતાની વાત મુકી. પણ અંતમાં આ સમગ્ર મહેનત પર પાણી ફરી ગયુ અને મુલાયમ સિંહની કોશિશ બેકાર રહી. જ્યારે ચાચા-ભત્રીજા વચ્ચે મંચ પર જ ધક્કા મુક્કી થઈ ગઈ. 
 
સમાચાર મુજબ મુલાયમ સિંહે મંચ પરથી અખિલેશને કહ્યુ કે શિવપાલ તમારા ચાચા છે. તેમના ગળે મળો. પણ ગળે મળ્યા પછી જ ચાચા-ભત્રીજા વચ્ચે ફરીથી વિવાદ થયો છે. માહિતી મુજબ જ્યારે મુલાયમે અખિલેશને ગળે ભેટવાનુ કહ્યુ તો તેમણે કહ્યુ શિવપાલ મોટા છે અને તેઓ પગે પડશે.  આ દરમિયાન અખિલેશે કહ્યુ કે અમર સિંહે તેમના વિરુદ્ધ એક સમાચાર છપાવ્યા હતા. 
 
આટલુ  સાંભળતા જ શિવપાલે અખિલેશ પાસેથી માઈક છીનવી લીધુ અને ત્યા હાજર લોકોને કહ્યુ કે તમારા મુખ્યમંત્રી ખોટુ બોલે છે. આટલુ બોલતા જ ચાચા-ભત્રીજા વચ્ચે ધક્કા મુક્કી થઈ ગઈ. મંચ પરથી કહેવામાં આવેલ આ વાત પછી બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો. આનાથી સ્પષ્ટ દેખાય છે કે ગળે મળ્યા પછી પણ કાકા-ભત્રીજાના દિલ મળ્યા નથી. 
 
આ અગાઉ બેઠકમાં અખિલેશ પર શિવપાલ ભારે પડ્યા અને મુલાયમે મુખ્યમંત્રીને ઈશારો કર્યો કે તેમની તાકત નથી કે તેઓ એકલા ચૂંટણી જીતી શકે.  તેથી તેમણે શિવપાલ અને અમર સિંહને સાથે લઈને જ ચાલવુ પડશે. મુલાયમ સિંહે ભરી સભામાં અખિલેશ અને શિવપાલને ગળે ભેટાવતા કહ્યુ કે અખિલેશ સરકાર ચલાવશે અને શિવપાલ પાર્ટી. 
 
બેઠકમાં ક્ષેત્રના ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે સાર્વજનિક વાત મુકવામાં આવી.  સૌ પહેલા અખિલેશ યાદવ બોલ્યા. ભાવુક થઈને તેમણે સીધા મુલાયમ સિંહ યાદવને સંબોધિત કર્યા. કહ્યુ બતાવો તમારા દિલમાં શુ છે ? સ્પષ્ટ કર્યુ કે નવી પાર્ટી નહી બનાવુ. રાજીનામુ આપવા તૈયાર. બીજી બાજુ પિતા મુલાયમે અખિલેશને ફટકાર લગાવી. કહ્યુ પદ મળતા જ મગજ બગડી ગયુ છે. તમારી શુ હેસિયત છે. એકલા હાથે શુ ચૂંટણી જીતી શકશો ? શિવપાલ અને અમર સિંહનો બચાવ કરતા કહ્યુ કે તેઓ મારા ભાઈ છે. 
 
પિતા-પુત્ર વચ્ચે ચાચા શિવપાલે પોતાની વાત મુકી. સ્પષ્ટ કહ્યુ કે અખિલેશના સ્થાન પર મુલાયમ જાતે યુપીની કમાન સાચવે.