બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 15 જૂન 2017 (12:38 IST)

રાષ્ટ્રપતિ ચૂંટણી - અમિત શાહની ચાણક્ય નીતિ સાથે તૈયાર છે ભાજપા

રાષ્ટ્રપતિ  ચૂંટણી માટે ભાજપા બે મોરચા પર કમર કસીને તૈયારીમાં લાગી ગઈ છે. એક બાજુ જ્યા વરિષ્ઠ નેતૃત્વ રાજનાથ સિંહ, અરુણ જેટલી અને વૈકૈયા નાયડૂની સમિતિ રાજનીતિક રૂપે વિવિધ દળો સાથે સલાહ ચર્ચામાં લાગી છે. બીજી બાજુ તકનીકી બાબતો પર ધ્યાન આપવા માટે અમિત શાહે સંસદના કાર્યમંત્રી અનંત કુમાર અને મુખ્તાર અબ્બાસ નકવી સાથે મહાસચિવ ભૂપેન્દ્ર યાદવબે ગોઠવી દીધા છે.  ખુદ શાહે સતત આ ટીમ સાથે બેસીને તેને ઠીક કરવામાં લાગ્યા છે કે જીત એટલી જ દમદાર રહે જેટલી તાજી ચૂંટણીઓમાં જોવા મળી છે. 
 
વિપક્ષી દળો સાથે ભાજપા કોર ગ્રુપની ઔપચારિક વાર્તા શુક્રવારથી શરૂ થઈ રહી છે. બીજી બાજુ સૂત્રો મુજબ શાહ પોતાની રણનીતિક ટીમ સાથે છેલ્લા બે દિવસોથી સતત બેઠક કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છીક ટીઆરએસ, એસવાઈઆર કોંગ્રેસ, અન્નાદ્રમુક જેવી પાર્ટીઓ સાથે આવ્યા પછી રાજગ પસે પોતાનો રાષ્ટ્રપતિ ઉમેદવાર જીતાડવા માટે પર્યાપ્તથી વધુ વોટ છે. પણ શાહ  તેને અંજામ સુધી પહોંચાડ્યા વગર કશુ છોડવા માંગતા નથી.  અનંત કુમાર, નકવી અને ભૂપેન્દ્રને આ જ જવાબદારી આપવામાં આવી છે. શાહ બધુ જ પોતાની નજર હેઠળ કરી રહ્યા છે તેથી તેમના નિર્ધારિત સાંગઠનિક પ્રવાસોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.  ચાર દિવસ પહેલા તેમને અરુણાચલનો પ્રવાસ રદ્દ કર્યો હતો. હવે 22-24 વચ્ચે નામાંકનની શક્યતાને જોતા તેમને ઓડિશા પ્રવાસ 4-6 જુલાઈ સુધી ટાળવામાં આવ્યો છે.